Get The App

અમદાવાદમાં હિટ એન્ડ રન: SP રિંગ રોડ પર અજાણ્યા વાહને ટુ-વ્હીલરને ટક્કર મારતા બેસણામાં જતા વૃદ્ધનું મોત

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં હિટ એન્ડ રન: SP રિંગ રોડ પર અજાણ્યા વાહને ટુ-વ્હીલરને ટક્કર મારતા બેસણામાં જતા વૃદ્ધનું મોત 1 - image

Ahmedabad Hit and Run: અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર વધુ એક હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને કચડી નાખી મોતને ઘાટ ઉતાર્યા હતા અને અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. હાથીજણ સર્કલ પાસે આવેલા વડોદરા એક્સપ્રેસ હાઈવે બ્રિજ પર આ અકસ્માત સર્જાયો હતો. સંબંધીના બેસણામાં જઈ રહેલા વૃદ્ધના ટુ-વ્હીલરને અજાણ્યા વાહને ટક્કર મારતા, તેઓ નીચે પટકાયા હતા અને વાહનના વ્હીલ નીચે કચડાવાથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રાફિક આઈ ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

માથા સહિત શરીર પર ટાયર ફરી વળતાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

ઘોડાસરના ઉત્તમનગર પાસે રહેતા વૃદ્ધ સોમવારે સવારે પોતાનું ટુ-વ્હીલર લઈને સંબંધીના બેસણામાં જવા નીકળ્યા હતા. તે દરમિયાન જ્યારે તેઓ એસ.પી. રિંગ રોડ પર વડોદરા એક્સપ્રેસ હાઈવે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે તેમના ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી, જેથી તેઓ રોડ પર ફેંકાયા હતા.

ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

અકસ્માત એટલો ભયાનક હતો કે ફોર-વ્હીલર વાહનનું ટાયર તેમના શરીર અને માથા પર ફરી વળ્યું હતું, જેના કારણે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત નીપજાવ્યા બાદ અજાણ્યો ડ્રાઈવર પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ ઘટના અંગે ટ્રાફિક આઈ ડિવિઝન પોલીસે અજ્ઞાત વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી, આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી ફરાર ડ્રાઈવરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.