Get The App

ભાઇએ બનેવીને રક્ષાબંધનના દિવસે મારી નાખવા માટે હથિયાર ખરીદી કર્યા

પરિવારની મરજી વિરૂદ્ધ બહેને લગ્ન કરતા ભાઇનું કારસ્તાન

એસઓજીના સ્ટાફે યુવકને પિસ્તોલ અને આઠ કારતુસ સાથે ઝડપી લીધોઃ હથિયાર લે-વેચના કૌભાંડની શક્યતા

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
ભાઇએ બનેવીને રક્ષાબંધનના દિવસે મારી નાખવા માટે હથિયાર ખરીદી કર્યા 1 - image

અમદાવાદ,શનિવાર

શહેરના ઓઢવમાં રહેતા એક યુવકને એસઓજીના સ્ટાફે પિસ્તોલ અને આઠ કારતુસ સાથે ઝડપી લીધો હતો. આરોપીની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ઝડપાયેલો દિશાંત ભરવાડ નામના યુવકની બહેને પરિવારની વિરૂદ્ધ જઇને લગ્ન કર્યા હતા. જેથી બનેવીને સબક શીખવવા માટે પિસ્તોલ અને કારતુસની ખરીદી કરી હતી. જેમાં તે રક્ષાબંધનના દિવસે જ બનેવીેની હત્યા કરવાની ફિરાકમાં હતો.

સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના પોલીસ અધિકારીઓને બાતમી મળી હતી કે દિશાંત ભરવાડ (રહે.ભરવાડવાસ, ઓઢવ) પિસ્તોલ અને કારતુસ લઇને છેલ્લાં બે દિવસથી હત્યાનું કાવતરૂ ઘડી રહ્યો છે. જેના આધારે વોચ ગોઠવીને પોલીસે દિશાંત ભરવાડ નામના યુવકને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી એક પિસ્તોલ અને આઠ કારતુસ સાથે ઝડપી લીધો હતો. 

આ અંગે તેને જાણવા મળ્યું હતું કે  તેની બહેને ઓઢવમાં રહેતા વિક્રમ ઠાકોર નામના યુવક સાથે પરિવારની મરજી વિરૂદ્ધ બે મહિના પહેલા લગ્ન કર્યા હતા.  જેથી તે નારાજ હતો અને તેણે તેના બનેવી પ્રત્યે ગુસ્સો હતો.  આ માટે તેણે  અમિત ગોસ્વામી નામના યુવક પાસેથી એક પિસ્તોલ અને આઠ કારતુસ ૪૦ હજારમાં ખરીદી હતી. આ હથિયારની મદદથી દિશાંત ભરવાડ રક્ષાબંધનના દિવસે જ તેના બનેવી વિક્રમ ઠાકોરને મારી નાખવાની ફિરાકમાં હતો.  પોલીસે તેની પાસેથી એક છરી પણ જપ્ત કરી હતી. આ અંગે એસઓજીએ વધુ તપાસ શરૂ કરી છે.

Tags :