Get The App

અમદાવાદીઓની મુશ્કેલી વધશે, શાહીબાગ અંડરપાસ એક અઠવાડિયા માટે બંધ થશે

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદીઓની મુશ્કેલી વધશે, શાહીબાગ અંડરપાસ એક અઠવાડિયા માટે બંધ થશે 1 - image


Ahmedabad Shahibag Under Pass News : સુભાષ બ્રિજ અને ગિરધરનગર બ્રિજ પહેલેથી જ બંધ છે, તેવામાં હવે બુલેટ ટ્રેનની કામગીરી માટે આગામી પાંચથી બાર જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરપાસ પણ બંધ રાખવામાં આવશે. એરપોર્ટ, ગાંધીનગરથી શાહીબાગ વચ્ચેના ત્રણેય મુખ્ય બ્રિજ એક સાથે બંધ કરાતા હવે દિલ્હી દરવાજા તરફ જતા વાહનચાલકોને કયા રસ્તે જવું? તે પ્રશ્ન ઉભો થયો છે.

કેમ બંધ રાખવામાં આવશે? 

બુલેટટ્રેનની કામગીરી માટે આગામી પાંચ તારીખથી આઠ દિવસ સુધી શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. જો કે તંત્ર દ્વારા એરપોર્ટ, ગાંધીનગરથી શાહીબાગ દિલ્હી દરવાજા, કાલુપુર તરફ જતા વાહનચાલકોને ડફનાળા રિવરફ્રન્ટ થઈ શિલાલેખ સોસાયટી તરફના રસ્તે ડાયવર્ટ કરાશે. 

ટ્રાફિકની સમસ્યા વધશે 

સુભાષ બ્રિજ બંધ હોવાથી આ રસ્તા પર પહેલેથી જ ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. તેવામાં હવે વધુ વાહનો ડાયવર્ટ કરાતા ચક્કાજામ સર્જાશે. તેમજ રિક્ષા, બસ જેવા વાહનો રિવરફ્રન્ટ પર પ્રતિબંધિત હોય તેમના માટે કોઈ વૈકલ્પિક માર્ગ દર્શાવાયો નથી. ઉપરાંત દિલ્હી દરવાજા તરફ જતી સિટી બસના રૂટમાં પણ ફેરફાર કરાતા લોકોની હાલાકી વધી શકે છે.