Get The App

હીટવેવની આગાહી વચ્ચે અમદાવાદ સ્કૂલ બોર્ડનો મહત્ત્વનો નિર્ણય, શાળાના સમયમાં કરાયો ફેરફાર

Updated: Mar 11th, 2025

GS TEAM

Google News
Google News
હીટવેવની આગાહી વચ્ચે અમદાવાદ સ્કૂલ બોર્ડનો મહત્ત્વનો નિર્ણય, શાળાના સમયમાં કરાયો ફેરફાર 1 - image


Ahmedabad School Time Changed: ગુજરાતના અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉનાળો શરુ થઈ ગયો છે. ઉનાળાની શરુઆતમાં જ અમદાવાદમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે અનેક શહેરોમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. એવામાં અમદાવાદ મનપાના હીટ એક્શન પ્લાનને લઈને શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી કરીને બાળકોને શાળાએ આવવા-જવાના સમયમાં લૂ લાગવાની સમસ્યા ન થાય, તેમજ વિદ્યાર્થીઓ બીમાર ન પડે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં હીટવેવની ચેતવણી, આજે અમદાવાદ સહિત નવ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ

સ્કૂલ બોર્ડે શાળાનો સમય બદલ્યો

AMCના હીટ એક્શન પ્લાનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે ઉનાળું વેકેશન સુધી શાળાના સમયમાં ફેરફાર કર્યો છે. શિક્ષણ બોર્ડે સવાર પાળીનો સમય 7થી 12 અને બપોર પાળીનો સમય 12થી 5 સુધીનો કર્યો છે. નોંધનીય છે કે, 5 મેથી ઉનાળુ વેકેશન શરુ થવાનું છે. ત્યારે ઉનાળુ વેકેશન શરુ ન થાય ત્યાં સુધી તમામ શાળાઓએ સવાર પાળી અને બપોર પાળી માટે આ જ સમયનું પાલન કરવાનું રહેશે. 

આ પણ વાંચોઃ ગુજરાતના વધુ એક વિભાગે રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવી, 1800થી વધુ કર્મચારીઓ ધરણાં પર બેઠાં

આજે 9 જિલ્લામાં હીટવેવની ચેતવણી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 11મી માર્ચ, 2025ના કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. જેમાં કચ્છ, મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને સુરત જિલ્લામાં હીટવેવની ચેતવણીને લઈને રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે. 

Tags :