RTO અમદાવાદ ખાતે ટેકનિકલ કારણોસર ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ
ટેસ્ટ ટ્રેક કાર્યરત થયા બાદ ડ્રાઈવિંગ ટેસ્ટ થશે ચાલુ
અમદાવાદ, તા.21 ઓગસ્ટ-2023, સોમવાર
પ્રાદેશિક વાહનવ્યવહર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આરટીઓ અમદાવાદ કચેરી ખાતે ટેકનિકલ કારણોસર ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ થયેલ છે. આથી ડ્રાઈવિંગ ટેસ્ટ બંધ રહેશે. ટેસ્ટ ટ્રેક કાર્યરત થયા બાદ ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવશે. જેની જાણ હવે કરવામાં આવશે તેની જાહેર જનતાએ નોંધ લેવા પ્રાદેશિક વાહનવ્યવહર અધિકારીશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.