Gujarat

અમદાવાદમાં 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ'નો કેર: રિવરફ્રન્ટ પર નશામાં ધૂત કાર ચાલકે દ્વિ-ચક્રીય વાહનને અડફેટે લીધું, એકની હાલત નાજુક

By GS TEAM
10 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવતા વાહન ચાલકોને કારણે અકસ્માતોની વણઝાર વધી છે. દિવસેને દિવસે 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ' અને 'હિટ એન્ડ રન'ના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં વધુ એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં નશામાં ધૂત કાર ચાલકે બે લોકોને અડફેટે લીધા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ'નો કેર: રિવરફ્રન્ટ પર નશામાં ધૂત કાર ચાલકે દ્વિ-ચક્રીય વાહનને અડફેટે લીધું, એકની હાલત નાજુક

Ahmedabad Drink and Drive Case: અમદાવાદમાં ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવતા વાહન ચાલકોને કારણે અકસ્માતોની વણઝાર વધી છે. દિવસેને દિવસે 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ' અને 'હિટ એન્ડ રન'ના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં વધુ એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં નશામાં ધૂત કાર ચાલકે બે લોકોને અડફેટે લીધા હતા.

વેગનઆર ચાલકે ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારી 

પ્રાપ્ત માહિતી અનુસાર સાબરમતી રિવરફ્રન્ટ પર ગુજરી બજાર જતા રસ્તા પર બે યુવકને એક્સેસ લઈને જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂર ઝડપે એક વેગેનાર ગાડીનો ચાલક આવી રહ્યો હતો.વેગેનાર ગાડીએ પૂર ઝડપે એક્સેસને ટક્કર મારી હતી.ટક્કર એટલી જોરદાર હતી કે એક્સેસ પર બેઠેલો યુવક ઉછળીને ગાડીના કાચ પર અથડાયો હતો જેના કારણે યુવકને મોઢાના અને શરીરના ભાગે ઇજા પહોંચી છે જ્યારે અન્ય યુવકને સામાન્ય ઇજા પહોંચી છે.અકસ્માતમાં ઇજાગ્રસ્ત બંને યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે વેગેનાર કાર ચાલક સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. કાર ચાલકની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.પોલીસ દ્વારા કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

એક વ્યક્તિની હાલત ગંભીર, સિવિલમાં ખસેડાયા 

અકસ્માતમાં ઘવાયેલા બંને વાહન ચાલકોને તાત્કાલિક સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ ઘાયલ થયેલા બે વ્યક્તિઓમાંથી એકની હાલત અત્યંત ગંભીર છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે.