અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રામાં શણગારેલા ટ્રક અને ગજરાજોએ અનેરું આકર્ષણ જમાવ્યું
જમાલપુર જગન્નાથ મંદિરેથી ભગવાનની રથયાત્રા હાઈટેક ટેકનોલોજી અને નવા રથ સાથે નીકળશે
આજે ભગવાન કલક્કતી વાઘાથી સજ્જ જોવા મળ્યા
Update: 8:35 PM
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન, જગન્નાથ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
Update: 8:30 PM
માણેકચોકમાં ભગવાન બલરામજીના રથનું પૈડું તૂટતાં રથયાત્રા થોડીવાર અટકી હતી
Update: 4:50 PM
ભગવાન જગન્નાથની યાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉમંગ, ત્રણેય રથ સરસપુરથી કાલુપુર પહોંચ્યા, ઠેર-ઠેર જય જગન્નાથનો નાદ
Update: 4:00 PM
અમદાવાદ રથયાત્રાના ટ્રક દરિયાપુર પહોંચતા જ કડિયાનાકા પાસે મકાનની દિવાલનો ભાગ ધરાશાયી થયો હતો. પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
Update: 2:30 PM
અમદાવાદ રથયાત્રાના મંગલ અવસરે ભક્તિના રંગમાં રંગાયું છે. ભગવાન જગન્નાથના રથ સરસપુર પહોંચ્યા છે. ભગવાનને આવકારવા સરસપુરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Update: 12:30 PM
લગભગ 12 લાખ જેટલા દર્શનાર્થીઓએ ભગવાનના દર્શન કર્યા
અમદાવાદમાં ભગવાનના રથ ચકલેશ્વર મહાદેવ પહોંચ્યા. ભગવાનને આવકારવા મોસાળ સરસપુરમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અત્યાર સુધીમાં 12 લાખ દર્શનાર્થીઓને ભગવાનના દર્શન
Update: 12:44 PM
મોસાળમાં ભગવાનના સ્વાગતની તૈયારી
ભગવાનના આગમનની મોસાળ સરસપુરમાં ભાણેજને આવકારવા ભક્તો આતુર બન્યા છે. ભગવાનના ભજનથી મોસાળ સરસપુર ગૂંજી ઉઠ્યું છે. તદુપરાંત ભક્તોએ ભંડારાનો પણ ભવ્ય લાભ લીધો.
Update: 10:20 AM
રથયાત્રામાં G-20 યજમાનીની ઝાંખી જોવા મળી
અમદાવાદની રથયાત્રામાં G-20 યજમાનીની ઝાંખી જોવા મળી હતી. ટેબલામાં પીએમ મોદી સહિત G- 20 દેશના વડાપ્રધાનના કટ આઉટ જોવા મળ્યા.
Update: 10:00 AM
CM ડેશબોર્ડની વિડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં CM ડેશબોર્ડની વિડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ અને રથયાત્રાના શરુઆતના રુટનું રિયલ ટાઈમ મોનીટરીંગ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી. વિવિધ વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા સલામતી-સુરક્ષાના પોલીસ પ્રબંધ અંગે પણ વિડિયો વોલ દ્વારા ઝીણવટપૂર્વકની જાણકારી મેળવી હતી.
Update: 9:45 AM
AMCના અધિકારીઓ દ્વારા દિલીપદાસજી મહારાજનું સ્વાગત
મેયર કિરીટ પરમાર, દંડક અરુણસિંહ રાજપૂત, વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પશ્ચિમ લોકસભાના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી સહિત ભાજપના કોર્પોરેટરો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને અધિકારીઓ દ્વારા દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Update: 9:30 AM
મામેરામાં કલાત્મક વાઘા આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથના મામેરામાં કલાત્મક વાઘા આકર્ષણનું કેન્દ્ર બનશે તેમજ સુભદ્રાજીને સોનાની ચૂની, વીંટી, ચાંદીની નથણી ચઢાવાશે. આ ઉપરાંત સુભદ્રાજીને પાર્વતીનો શણગાર ચઢાવવામાં આવશે. ભગવાન જગન્નાથ બલભદ્રજી અને સુભદ્રાજીને કાનના કુંડળ ચઢાવાશે. મામેરામાં ત્રણેય ભગવાનને ચાંદીના હાર ચડાવાશે. ભગવાન જગન્નાથજી અને બલભદ્રજીને વાઘા, ઝભ્ભા અને ધોતી પણ અપર્ણ કરાશે.
Update: 9:10 AM
અત્યાર સુધીમાં લગભગ 2 લાખ લોકોએ રથયાત્રાના કર્યા દર્શન
રથયાત્રામાં બાગેશ્વર ધામ અને નરેન્દ્ર મોદી કી પાઠશાળાના ટેબલાઓ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 2 લાખ લોકોએ રથયાત્રાના દર્શન કર્યા છે.
Update: 8:50 AM
ભાવિકો પર ચોકલેટનો વરસાદ
રથયાત્રા યુવક મંડળ, ક્લબ અને પ્રસાદના ટ્રકો સાથે આગળ વધી રહી છે. ટ્રકમાં ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ભાવિકો પર ચોકલેટનો વરસાદ કરવામાં આવી રહ્યો છે.
Update: 8:40 AM
પહિંદવિધિ મુખ્યમંત્રીએ પોતાની જાતને ભાગ્યશાળી ગણાવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પૂજા વિધિ કરી અને પહિંદવિધિ કરી પોતાની જાતને ભાગ્યશાળી ગણાવ્યા હતા. આ સાથે જ તેમણે ગુજરાતની પ્રજાને અષાઢી બીજની શુભકામના પાઠવી છે.
Update: 8:30 AM
રથયાત્રા જમાલપુર પગથિયાથી આગળ વધી કોર્પોરેશન પહોંચી
અમદાવાદમાં દેશમાં સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા નિકળી છે. હાલમાં જગન્નાથજીની રથયાત્રા જમાલપુર પગથિયાથી આગળ વધી કોર્પોરેશન પહોંચી છે. ભગવાનના દર્શન કરવા માટે જમાલપુરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી છે.
Update: 7:30 AM
ભક્તોને તકલીફ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે : હર્ષ સંઘવી
ભગવાન જગન્નાથજીની રથયાત્રાના આ પાવન દિવસે CM ભૂપેન્દ્ર પટેલ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા. હર્ષ સંઘવીએ લોકોને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, પરંપરા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ CM ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથાયાત્રાની શરૂઆત કરાવી. દર વર્ષ કરતા આ વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. ભક્તોને તકલીફ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
Update: 7:10 AM
મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે મળી ભગવાનનો રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું. બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો રથ પણ મંદિરની બહાર લવાયો હતો.
Update: 7:00 AM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાનના આશિર્વાદ લીધા હતા. સોનાની સાવરણીથી રથ અને પથની સફાઇ કરી હતી.
Update: 6:20 AM
ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર, બહેન સુભુદ્રાજી કલ્પધ્વજ રથ પર, ભાઈ બલરામ તાલધ્વજ રથ પર બિરાજમાન થયા છે.
Update: 6:05 AM
વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરે પહોંચ્યા અને મંગળા આરતી કરી પરિવાર સાથે દર્શન કર્યા છે.
Update: 6:00 AM
4.30 વાગ્યે ભગવાનને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો. 6.00 વાગ્યે ભગવાનને નવા રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.
Update: 5:50 AM
આજે ભગવાન કલક્કતી વાઘાથી સજ્જ જોવા મળ્યા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.
Update: 5:45 AM
3D મેપિંગ અને ડ્રોન સર્વેલન્સ સાથે યોજાશે રથયાત્રા
આ વર્ષે રથયાત્રામાં હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 3D મેપિંગ અને ડ્રોન સર્વેલન્સ સાથે રથયાત્રા યોજાશે. દરેક સ્થળ અને જગ્યા પરથી પોલીસ દ્વારા સતત રથયાત્રા પર નજર રાખવામાં આવશે.
146મી રથયાત્રાની ખાસ વાતો
- ભગવાન જગન્નાથ 72 વર્ષ પછી નવા રથ પર બિરાજમાન થયા
- હાઈટેક ટેકનોલોજી અને નવા રથ સાથે નીકળશે
- ભક્તો માટે 5000 કિલો ખીચડીનો પ્રસાદ તૈયાર કરાયો
- રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ
- વિવિધ રેન્કના 25000થી વધુ સુરક્ષા જવાનો જોડાયા છે. જેમાં 11 આઇજી કક્ષાના, 50 એસપી, 100 ડીવાયએસપી, 300થી વધુ પીઆઇ, 800 પીએસઆઇ, 35 કંપની એસઆરપી/સીઆરપીએફ, 6 હજાર હોમગાર્ડ મળી કુલ 25 હજારથી વધુ જવાનો હાજર
- ત્રણેય રથ ખેંચવા માટે 1000થી 1200 જેટલા ખલાસીઓ જોડાયા