Gujarat

અમદાવાદ: સોલા સિવિલમાં ઉંદરે જૂનિયર ડૉક્ટરની આંખ કરડી ખાધી, તબીબી જગતમાં ખળભળાટ

By GS TEAM
20 Mar 20262 mins read
TukuTouch Logo
છેલ્લા ઘણાં દિવસોથી અમદાવાદના સોલા સિવિલમાં પીજી રેસિડેન્ટ ડૉક્ટરોની ગંદકી અને વ્યવસ્થા સંબંધિત અનેક ફરિયાદોને અવગણવામાં આવી રહી છે. ત્યારે આંખ વિભાગના એક પીજી વિદ્યાર્થીની આંખો ઉંદરે કોતરી ખાતા સમગ્ર તબીબી જગતમાં હોબાળો મચી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સોલા સિવિલમાં ઉંદરે જૂનિયર ડૉક્ટરની આંખ કરડી ખાધી, તબીબી જગતમાં ખળભળાટ

Ahmedabad Sola Civil Hospital: છેલ્લા ઘણાં દિવસોથી અમદાવાદના સોલા સિવિલમાં પીજી રેસિડેન્ટ ડૉક્ટરોની ગંદકી અને વ્યવસ્થા સંબંધિત અનેક ફરિયાદોને અવગણવામાં આવી રહી છે. ત્યારે આંખ વિભાગના એક પીજી વિદ્યાર્થીની આંખો ઉંદરે કોતરી ખાતા સમગ્ર તબીબી જગતમાં હોબાળો મચી ગયો છે.

અનેક દિવસોથી જુનિયર ડૉક્ટરોની ગંદકી-ગેરવ્યવસ્થાની ફરિયાદ

સરકારી હોસ્પિટલોમાં ગંદકી સંબંધિત અનેક ફરિયાદો થતી રહેતી હોય છે. પરંતુ સોલા સિવિલમાં બનેલી ઉંદરની ઘટનાથી સિવિલના દરેક વિભાગના સિનિયર, જુનિયર અને પીજીના ડૉક્ટરોમાં ગંદકી અંગેની બેદરકારી સામે તાત્કાલિક પગલા લેવાની માંગ ઉઠી છે. 

આ અંગે વિદ્યાર્થીઓએ વાત કરતાં જણાવ્યું હતું કે, 'અહીં સિનિયરોની જોહુકમીથી અમે ત્રાસી ગયા છીએ. આંખ વિભાગમાં કોઈપણ પ્રકારની ઈમરજન્સી ના હોવા છતાં પણ અમને વોર્ડમાં સુવાની ફરજ પાડવામાં આવે છે. અમને અઠવાડિયે રજા આપવામાં આવતી નથી. જે સાવ અયોગ્ય છે વધુમાં વોર્ડમાં વ્યાપેલી ગંદકીને કારણે ઉંદરોની અવર જવર રહેતી હોવાથી આજે એક ઉંદરે અમારા એક સૂઈ રહેલા વિદ્યાર્થીની આંખોને ઈજાગ્રસ્ત કરી છે. કોઈપણ હોસ્પિટલનો વોર્ડ નિયમિત રીતે સ્વચ્છ હોવો જરૂરી છે, પરંતુ આંખ વિભાગમાં એક તબીબની જ આંખો પર ઉંદર દ્વારા હુમલો થાય એ આપણાં સૌ માટે શરમજનક ઘટના કહેવાય.'

આંખ વિભાગના રેસિડેન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગેની ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, 'અહીં આરઓ પાણી વ્યવસ્થા નથી, કોઈ એ.સી.ની વ્યવસ્થા નથી અને વધુમાં આંખના ડૉક્ટરોને નિયમિત રીતે વોર્ડમાં સૂવાની ફરજ પાડવામાં આવતા વધુ એક ઘટનાએ આરોગ્ય વિભાગ સામે પ્રશ્નાર્થ ઊભા કર્યાં છે.'

આ પણ વાંચો: 6 વર્ષથી ગુજરાત સરકારનો વાયદો અધૂરો! દરિયાના ખારા પાણીને મીઠું કરવાના 4 પ્લાન્ટ ઠેબે ચઢ્યાં

જૂનિયર ડૉક્ટર હાલમાં સારવાર હેઠળ

જે પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીને આંખે ઉંદરે ઈજાઓ પહોંચાડી છે તે હાલમાં સારવાર હેઠળ છે અને તેમને હડકવાના ઈન્જેક્શનો આપવાની સલાહ આપવામાં આવી છે. હાલ આ ઈન્જેક્શનો એક સુરક્ષા ખાતર છે. આ અંગે સિનિયર ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, 'ઉંદરે આંખો પર બટકા ભર્યા છે તે માટે બીજો કોઈ ચાન્સ લઈ ના શકાય એટલે આ પ્રકારના બાઈટમાં પણ રેબિસ કે હડકવાના જ ઈન્જેક્શન લેવા એ હિતાવહ છે.' જો કે હાલમાં સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાં જ એક જુનિયરની આંખને આવી ઈજા પહોંચતા તંત્ર દ્વારા ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે.