અમદાવાદ ફરી વરસાદી માહોલ જામ્યો, પશ્વિમ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ
Rain in Ahmedabad : અમદાવાદમાં સોમવારના વિરામ બાદ આજે બપોરના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. બપોરના એક વાગ્યાના સુમારે શહેરના સરખેજ, વેજલપુર, પ્રહ્લાદ નગર, મકરબા, શિવરંજની, ગોતા સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસવાની શરુઆત થઈ છે. અચાનક શરૂ થયેલ વરસાદના લીધે વાહનો ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદના લીધે સ્કૂલના બાળકો પણ ભીંજાયા હતા. ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં 11 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે મંગળવારે (1 જુલાઈ) 15 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
2 જુલાઈની આગાહી
2 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
3 જુલાઈની આગાહી
3 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લામાં સૌથી વધુ વરસાદનું જોર દેખાશે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
4થી 6 જુલાઈની આગાહી
રાજ્યમાં આગામી 4થી 6 જુલાઈ દરમિયાન કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સુરત જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.