Get The App

ઉદેપુરથી ટ્રેનમાં દારૂ છુપાવીને અસારવા સુધી સપ્લાય કરવાનું નેટવર્ક

ટ્રેનના ટોઇલેટમાં બનાવેલા ખાસ ખાનામાં દારૂ છુપાવવામાં આવે છે

અસારવા સુધી દારૂ લાવ્યા બાદ બુટલેગરોને ડીલીવરી કરવામાં આવે છે દેશી દારૂના સપ્લાયર્સ માટે સૌથી વધુ મહેદાવાદ સૌથી સક્રિય રૂટ બન્યો

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
ઉદેપુરથી ટ્રેનમાં દારૂ છુપાવીને અસારવા સુધી સપ્લાય કરવાનું નેટવર્ક 1 - image

અમદાવાદ,શુક્રવાર

અમદાવાદમાં વિદેશી અને દેશી દારૂની હેરફેર કરવા માટે હવે  બુટલેગરોએ રેલવેના રૂટનો મોટા પ્રમાણમાં ઉપયોગ શરૂ કરાયો છે. જેમાં રાજસ્થાનથી અસારવાની રૂટને સૌથી વધુ સક્રિય કરવામાં આવ્યો છે.  ઉદેપુરથી ટ્રેન અમદાવાદ આવવા માટે નીકળે તે પહેલા બુટલેગરોના માણસો ટ્રેનના ટોઇલેટમાં તૈયાર કરવામાં આવેલા ખાસ ખાનામાં દારૂની બોટલો છુપાવે છે. આ ટ્રેન તેના છેલ્લા અસારવાના સ્ટેશન પર પહોચે અને ખાલી થાય ત્યારે બુટલેગરોના માણસો પોલીસની હાજરીમાં તમામ બોટલો ખાસ ખાનામાંથી ખાલી કરવામાં આવે છે. દારૂ સપ્લાય માટેની આ મોડ્સ ઓપરેન્ડીમાં રાજસ્થાન અને ગુજરાત રેલવે પોલીસની સિન્ડીકેટથી સક્રિય રહે છે.

ઉદેપુરથી ટ્રેનમાં દારૂ છુપાવીને અસારવા સુધી સપ્લાય કરવાનું નેટવર્ક 2 - imageરાજસ્થાનથી ટ્રક અને અન્ય વાહનમાં દારૂ સપ્લાય કરવાની સાથે બુટલેગરોએ રેલવે પોલીસની સાથે મળીને  ઉદેપુરથી અસારવા રૂટ પરથી દારૂ હેરફેર કરવા માટેની નવી મોડ્સ ઓપરેન્ડી અપનાવી છે. જેમાં ઉદેપુરથી ટ્રેન અમદાવાદ આવવા માટે ચાલુ થાય તે પહેલા રેલવેના કોચના ટોઇલેટમાં બનાવવામાં આવેલા ખાસ ખાનામાં દારૂની બોટલો છુપાવી દેવામાં આવે છે. આ ટ્રેનનું છેલ્લું સ્ટેશન અમદાવાદનું અસારવા હોય છે. ટ્રેન અસારવા પહોંચે અને ખાલી થઇ જાય ત્યારે અમદાવાદના બુટલેગરોના માણસો અલગ અલગ કોચના ટોઇલેટમાં જઇને ખાના ખોલીને દારૂની બોટલ ત્યાંથી લઇને ખાનાના ફરીથી લોક કરી દે છે. ત્યારબાદ બુટલેગરો નાના વાહનોમાં દારૂને અલગ અલગ સ્થળોએ લઇ જવામાં આવે છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે દારૂ સપ્લાયના આ નેટવર્કમાં રાજસ્થાન અને ગુજરાત રેલવે પોલીસ અધિકારીઓના માનીતા ખાસ માણસા દ્વારા સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહ્યું હોવાની વિગતો ખુલી છે. આ ઉપરાંત,ખેડા મહેદાવાદથી આવી રહેલી ટ્રેનનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં બે યુવકો પ્લાસ્ટીકના પોટલામાં મોટા પ્રમાણમાં દેશી દારૂ  લાવી રહ્યા હતા અને કાલુપુરમાં કોઇ સ્થાનિક બુટલેગરને પહોચતો કરવાનો હતો. આ માટે રેલવે સ્ટેશન આવે તે પહેલાં જ ચોક્કસ લોકેશન પર ચાલુ ટ્રેનમાં પ્લાસ્ટીકની બંેગને નીચે ફેકી દેવાની હતી. આ મોડ્સ ઓપરેન્ડીથી બંને જણા નિયમિત દેશી દારૂ મહેદાવાદથી લાવતા હતા.  ત્યારે ખેડા મહેદાવાદ રૂટ પરથી પ્રતિદિન હજારો લીટર દારૂ મોકલવામાં આવતો હોવાનું પણ જાણવા મળ્યું છે.  આમ, રેલવે પોલીસના અધિકારીઓની મિલીભગતથી ચાલતા નેટવર્કને સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહ્યું છે.

એક જ અધિકારી પાસે ત્રણ એજન્સીની જવાબદારી!

અમદાવાદ રેલવે પોલીસે દારૂની હેરફેર અને અન્ય ગેરકાયદેસર ધંધાની સિન્ડીકેટ યોગ્ય રીતે ચાલે તે માટે ખાસ સિસ્ટમ ગોઠવી છે. જેમાં ઉચ્ચ અધિકારીઓએ તેમની સત્તાનો દુરઉપયોગ કરીને એક અધિકારીને એલસીબી, સ્પેશીયલ ઓપરેશન ગુ્રપ અને રેલવે પોલીસ જેવા ત્રણેય મહત્વનો હોદો સોંપાયો છે. આ પોલીસ અધિકારી માટે  જનક નામનો વ્યક્તિ તમામ કામગીરી સંભાળે છે અને અન્ય ઉચ્ચ અધિકારી માટે મિતેશ નામનો વ્યક્તિ સક્રિય હોવાનું જાણવા મળ્યું છે. રાજસ્થાનથી ચાલતા નેટવર્કને પણ પોલીસ અધિકારીના ખાસ માણસો દ્વારા જ સંચાલન કરવામાં આવે છે. જેથી કોઇ નેટવર્કને તોડી શકાતુ નથી.

Tags :