Get The App

અમદાવાદ રેલવે પોલીસે ચોરીના ૨૧ જેટલા વાહનો સાથે બે યુવકો ઝડપ્યા

ચોરીના વાહનની ખરીદી કરનાર પણ પકડાયા

આરોપીઓએ બે વર્ષમાં ૨૪થી વધુ ગુના આચર્યાનો ખુલાસો બાવળા અને આસપાસમાં વાહનો વેચતા હતા

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ રેલવે પોલીસે ચોરીના ૨૧ જેટલા વાહનો સાથે બે યુવકો ઝડપ્યા 1 - image

 અમદાવાદ, શુક્રવાર

અમદાવાદ રેલવે પોલીસે શહેરમાંથી ૨૧થી વધુ વાહનોની ચોરી કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વેચાણ કરતા બે યુવકોને ઝડપીને ચોરી કરાયેલા ૨૧ જેટલા ટુ વ્હીલર  જપ્ત કર્યા છે. સાથેસાથે આરોપીઓ પાસેથી ચોરીના વાહનોની ખરીદી કરનાર પાંચ  વ્યક્તિઓની પણ ધરપકડ કરી છે.


અમદાવાદ રેલવે પોલીસે ચોરીના ૨૧ જેટલા વાહનો સાથે બે યુવકો ઝડપ્યા 2 - imageઅમદાવાદના સાબરમતી રેલવે પોલીસ સ્ટેશનની હદમાં એક ટુ વ્હીલર ચોરીના કેસની તપાસ દરમિયાન પોલીસે સાણંદની બ્રહ્યપોળમાં રહેતા ધર્મેશ રાણા અને બહાદુર નામના યુવકને ઝડપી લીધા હતા.  આરોપીની પ્રાથમિક  પુછપરછ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર વી એન સીંગરખિયાને ચોંકાવનારી માહિતી મળી હતી કે ધર્મેશ રાણા અને બહાદુરે અમદાવાદ અને ગાંધીનગરમાંથી કુલ ૨૫થી વધુ ટુ વ્હીલરની ચોરી કરી હતી.

જે અમદાવાદ જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં વેચાણ કર્યા હતા. પોલીસે આરોપીઓને સાથે રાખીને ૨૧ જેટલા ટુ વ્હીલર જપ્ત કર્યા હતા.સાથેસાથે ચોરીના વાહનોની ખરીદી કરનારા પાંચ શખ્સોની પણ ધરપકડ કરી હતી.  આરોપીઓ ચેસિસ અને નંબર પ્લેટમાં છેડછાડ કરીને વેચાણ કરતા હતા. આ  અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Tags :