New Train Schedule at Ahmedabad Station: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આજથી એટલે કે 1 જાન્યુઆરી, 2026થી સમગ્ર ડિવિઝનમાં ટ્રેનોની નવી સમયસારણી (New Time Table) લાગુ કરી દેવામાં આવી છે. નવા ફેરફાર મુજબ હવે અનેક ટ્રેનો તેના નિર્ધારિત સમય કરતાં વહેલી પહોંચશે, જેનાથી મુસાફરોનો કિંમતી સમય બચશે.
85 ટ્રેનોની ગતિમાં વધારો, મુસાફરી થશે ઝડપી
રેલવે વિભાગ દ્વારા અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કુલ 85 ટ્રેનોની ગતિમાં વધારો કરવામાં આવ્યો છે. આ ટેકનિકલ સુધારાને કારણે 23 જેટલી ટ્રેનોના મુસાફરીના સમયમાં 5 મિનિટથી લઈને 40 મિનિટ સુધીનો ઘટાડો થયો છે. મુસાફરો હવે પોતાના ગંતવ્ય સ્થાન પર નિર્ધારિત સમય કરતાં વહેલા પહોંચી શકશે.
સમયમાં ફેરફારની વિગતો (પ્રીપોન અને પોસ્ટપોન)
નવા ટાઇમ ટેબલ મુજબ ટ્રેનોના સમયમાં નીચે મુજબના ફેરફાર કરાયા છે.
વહેલી આવશે
ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર 110 ટ્રેનોનો સમય વહેલો કરવામાં આવ્યો છે. આ ટ્રેનો જૂના સમય કરતાં 5થી 40 મિનિટ વહેલી આવશે.
મોડી આવશે
57 ટ્રેનોના સમયમાં ફેરફાર કરી તેને પોસ્ટપોન કરવામાં આવી છે, જે અગાઉના સમય કરતાં 5થી 45 મિનિટ મોડી પહોંચશે.
આ સ્ટેશનો પર સમય બદલાયો
અમદાવાદ ડિવિઝન હેઠળના મુખ્ય સ્ટેશનો જેવા કે અમદાવાદ (કાલુપુર), સાબરમતી, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઊંઝા, સિદ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધ્રાંગધ્રા, સામાખિયાળી અને ભુજ સહિતના તમામ નાના-મોટા સ્ટેશનો પર ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર થયો છે.
રેલવેની મુસાફરોને અપીલ
રેલવે વિભાગે મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ મુસાફરી શરુ કરતાં પહેલા નવા સમયની વિગત ચોક્કસ તપાસી લે. સ્ટેશન પર જતી વખતે ટ્રેનનો નવો સમય જાણી લેવો જેથી કોઈ મુશ્કેલી ન પડે.
ટ્રેનોના બદલાયેલા સમય અને પ્લેટફોર્મની વિગતવાર માહિતી



