Gujarat

વિસત વિસ્તારના કુમકુમ હોટલના રૂમના વાયરલ વિડીયો અંગે પોલીસ દ્વારા ગુનો નોંધાશે

By GS TEAM
19 Sep 20252 mins read
વિસત વિસ્તારના કુમકુમ હોટલના રૂમના વાયરલ વિડીયો અંગે પોલીસ દ્વારા  ગુનો નોંધાશે

 અમદાવાદ,શુક્રવાર

શહેરના વિસત વિસ્તારમાં આવેલા શુકન મોલ સ્થિત કુમકુમ ગેસ્ટ હાઉસમાં ગેસ્ટ નહી પણ બહારથી ગ્રાહકો બોલાવીને ગેસ્ટ હાઉસના રૂમમાં જ બહારથી યુવતીઓ અને મહિલાઓના રાખીને દેહવિક્રયનો કારોબાર ચલાવવાના મામલે વાયરલ વિડીયોએ ગેરકાયદે ચાલતા કારોબારની સાથે પોલીસની મિલીભગત બહાર આવતા આ મામલે પોલીસ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સાથેસાથે વાયરલ વિડીયો અંગે તપાસ શરૂ કરવા માટે સુચના આપી છે.


વિસત-ચાંદખેડામાં આવેલા શુકન મોલ સ્થિત કુમકુમ ગેસ્ટ હાઉસમાં એક્સ આર્મી જવાન દ્વારા પોલીસની રહેમનજર હેઠળ સંચાલન કરીને બહારથી ગ્રાહકો બોલાવીને રૂમમાં જ મહિલાઓ અને યુવતીઓ બતાવીને ગ્રાહકોને રૂમમાં જ વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી. જેનો એક વિડીયો વાયરલ થયો હતો.

આ વિડીયોમાં હોટલના એક ટકલા સંચાલકે તેના સ્ટાફને ગ્રાહક સાથે મોકલીને એક એક રૂમનો દરવાજો ખોલીને એક એક યુવતી બતાવે છે અને જે પસંદ આવે તેનો દર નક્કી કરાવે છે.સાથેસાથે ગ્રાહકને પોલીસથી કોઇ મુશ્કેલી નહી પડે તેની ખાતરી આપે છે.

આ વિડીયોના અનુસંધાનમાં પોલીસ કમિશનર કચેરી સુધી જાણ થતા તપાસના આદેશ અપાયા છે. જેમાં ગેસ્ટ હાઉસમાં ચાલતા ગોરખ ધંધા અંગે તપાસ કરવાની સાથે વિડીયોમાં દેખાતા સ્ટાફ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સુચના આપી છે.

સૌથી મહત્વની વાત એ છે કે આ ગેસ્ટહાઉસમાં યુવતીઓને સવારે ૧૧ વાગે બોલાવવામાં આવતી હતી અને સાંજ સુધી રાખવામાં આવતી હતી. જેમાં ગ્રાહકનો ભાવ સંચાલક નક્કી કરતો હતો અને જ્યારે મહિલાઓને તે દિવસમાં નક્કી કરેલી રકમ આપતો હતો.

જો કે યુવતીઓને ગ્રાહકો પાસેથી કમિશન લેવાની છુટ આપવામાં આવતી હતી. ત્યારે આ કેેસમાં આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.