Get The App

વિસત વિસ્તારના કુમકુમ હોટલના રૂમના વાયરલ વિડીયો અંગે પોલીસ દ્વારા ગુનો નોંધાશે

દરેક રૂમમાં યુવતી-મહિલાઓ રાખવામાં આવતી હતી

એક્સ આર્મી જવાન દ્વારા સંચાલિત ગેસ્ટ હાઉસમાંથી ક્રાઇમબ્રાંચ સુધી ભરણ આપીને સેટીંગ કરવામાં આવે છે

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
વિસત વિસ્તારના કુમકુમ હોટલના રૂમના વાયરલ વિડીયો અંગે પોલીસ દ્વારા  ગુનો નોંધાશે 1 - image

 અમદાવાદ,શુક્રવાર

શહેરના વિસત વિસ્તારમાં આવેલા શુકન મોલ સ્થિત કુમકુમ ગેસ્ટ હાઉસમાં ગેસ્ટ નહી પણ બહારથી ગ્રાહકો બોલાવીને ગેસ્ટ હાઉસના રૂમમાં જ બહારથી યુવતીઓ અને મહિલાઓના રાખીને દેહવિક્રયનો કારોબાર ચલાવવાના મામલે વાયરલ વિડીયોએ ગેરકાયદે ચાલતા કારોબારની સાથે પોલીસની મિલીભગત બહાર આવતા આ મામલે પોલીસ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સાથેસાથે વાયરલ વિડીયો અંગે તપાસ શરૂ કરવા માટે સુચના આપી છે.


વિસત વિસ્તારના કુમકુમ હોટલના રૂમના વાયરલ વિડીયો અંગે પોલીસ દ્વારા  ગુનો નોંધાશે 2 - imageવિસત-ચાંદખેડામાં આવેલા શુકન મોલ સ્થિત કુમકુમ ગેસ્ટ હાઉસમાં એક્સ આર્મી જવાન દ્વારા પોલીસની રહેમનજર હેઠળ સંચાલન કરીને બહારથી ગ્રાહકો બોલાવીને રૂમમાં જ મહિલાઓ અને યુવતીઓ બતાવીને ગ્રાહકોને રૂમમાં જ વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી. જેનો એક વિડીયો વાયરલ થયો હતો.

વિસત વિસ્તારના કુમકુમ હોટલના રૂમના વાયરલ વિડીયો અંગે પોલીસ દ્વારા  ગુનો નોંધાશે 3 - imageઆ વિડીયોમાં હોટલના એક ટકલા સંચાલકે તેના સ્ટાફને ગ્રાહક સાથે મોકલીને એક એક રૂમનો દરવાજો ખોલીને એક એક યુવતી બતાવે છે અને જે પસંદ આવે તેનો દર નક્કી કરાવે છે.સાથેસાથે ગ્રાહકને પોલીસથી કોઇ મુશ્કેલી નહી પડે તેની ખાતરી આપે છે.

આ વિડીયોના અનુસંધાનમાં પોલીસ કમિશનર કચેરી સુધી જાણ થતા તપાસના આદેશ અપાયા છે. જેમાં ગેસ્ટ હાઉસમાં ચાલતા ગોરખ ધંધા અંગે તપાસ કરવાની સાથે વિડીયોમાં દેખાતા સ્ટાફ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સુચના આપી છે.

વિસત વિસ્તારના કુમકુમ હોટલના રૂમના વાયરલ વિડીયો અંગે પોલીસ દ્વારા  ગુનો નોંધાશે 4 - imageસૌથી મહત્વની વાત એ છે કે આ ગેસ્ટહાઉસમાં યુવતીઓને સવારે ૧૧ વાગે બોલાવવામાં આવતી હતી અને સાંજ સુધી રાખવામાં આવતી હતી. જેમાં ગ્રાહકનો ભાવ સંચાલક નક્કી કરતો હતો અને જ્યારે મહિલાઓને તે દિવસમાં નક્કી કરેલી રકમ આપતો હતો.

વિસત વિસ્તારના કુમકુમ હોટલના રૂમના વાયરલ વિડીયો અંગે પોલીસ દ્વારા  ગુનો નોંધાશે 5 - imageજો કે યુવતીઓને ગ્રાહકો પાસેથી કમિશન લેવાની છુટ આપવામાં આવતી હતી. ત્યારે આ કેેસમાં આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

        

Tags :