Get The App

નવરાત્રીમાંકાળા કાચની કાર અને ઓવરસ્પીડ અંગે આકરી કાર્યવાહી થશે

ટ્રાફિકની સાથે સ્થાનિક પોલીસને જવાબદારી સોંપાઇ

વાયએમસીએ ક્લબથી પ્રહલાદનગર સુધીના બ્રીજની કામગીરીને કારણે ભારે રાતના સમયે ભારે ટ્રાફિક રહેશે

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
નવરાત્રીમાંકાળા કાચની કાર અને ઓવરસ્પીડ અંગે આકરી કાર્યવાહી થશે 1 - image

 અમદાવાદ, શુક્રવાર

આગામી નવરાત્રી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ પોલીસે વિશેષ એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં ખાસ કરીને કાળા કાચના વાહનો અને રાતના સમયે ઓવરસ્પીડ જતા વાહનો પર કાર્યવાહી કરવા માટે તાકીદ કરી છે. આ ઉપરાંત, એસ જી હાઇવે પર વાયએમસી ક્લબ પાસે અતિશય ટ્રાફિક થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

આગામી નવરાત્રી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાના અનુસંધાનમાં અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં કાળા કાચ વાળા વાહનોના ચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે ખાસ સુચના આપી છે. તેમજ દારૂ પીને વાહન ચલાવતા શખ્સોને શોધવા માટે પણ તાકીદ કરી છે. આ માટે ટફિક  અને સ્થાનિક પોલીસના સ્ટાફની રાતના આઠથી વહેલી પરોઢ સુધી નવરાત્રી દરમિયાન સતત પેટ્રોલીંગ કરવા માટે ખાસ વ્યવસ્થા કરવા માટે સુચના આપી છે. 

બીજી તરફ એસ જી હાઇવે પર પ્રહલાદનગરથી વાયએમસીએ વચ્ચે રસ્તાનું કામ ચાલતુ હોવાથી કર્ણાવતી ક્લબ, એલ જે કોમર્સ કોલેજ અને વાયએમસીએ ક્લબમાં નવરાત્રી દરમિયાન ભારે ટ્રાફિકની સ્થિતિ સર્જાય તેમ છે. જેથી આ રૂટ પર વિશેષ ટ્રાફિક વ્યવસ્થા કરવા માટે સુચના આપી છે. નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટ અને હાઇવે પર આડેધડ પાર્કિગ કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સાથે વાહન ટોઇગ કરવાથી માંડીને ઇ-મેમો ઇસ્યુ કરવા માટે વિશેષ સ્ટાફને કામગીરી સોંપવામાં આવી છે.

Tags :