Gujarat

૧૦ લાખના યુએસડીટી ટ્રાન્સફર લઇને નાણાં નહી આપી છેતરપિંડીની ફરિયાદ

By GS TEAM
8 Nov 20252 mins read
૧૦ લાખના યુએસડીટી ટ્રાન્સફર લઇને નાણાં નહી આપી છેતરપિંડીની ફરિયાદ

અમદાવાદ, શનિવાર

અમદાવાદમાં રહેતા અને ફોરેક્સનું કામ સંભાળતા વ્યક્તિ પાસે રૂપિયા ૧૦ લાખની કિંમતના યુએસડીટી મેળવીને બ વ્યક્તિઓએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ મથકે નોંધવામાં આવી છે.  છેતરપિંડી આચરનારે ફરિયાદી પાસેથી યુએસડીટી મેળવી લીધા હોવા છતાંય, તેમને ૧૦ લાખ રૂપિયા નહી આપીને ધમકાવ્યા હતા. છેવટે સમગ્ર્ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

શહેરના નરોડામાં આવેલા એક ે ગેસ્ટ હાઉસમાં રહેતા અને મુળ હૈદરાબાદના વતની રાજેશ  કટકમે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે રાજેશ કટકમ ફોરેક્સ   ટ્રેડીંગનું કામ કરે છે. ચાર મહિના પહેલા તેમના મિત્ર સતીષ નામના મિત્રની મદદથી અખિલ નામના વ્યક્તિની માનસી સર્કલ પાસે મુલાકાત થઇ હતી. અખિલ યુએસડીટીનું કામ કરતો હોવાથી તે રાજેશને તે અવારનવાર યુએસડીટી માટે લાવવાનું કહેતો હતો. પરંતુ, રાજેશનું બાઇનાન્સ એકાઉન્ટ બંધ થઇ ગયું હતું.

થોડા મહિના પહેલા અખિલે તેને દશ લાખ રૂપિયાના યુએસડીટી લાવવા માટે કહ્યું હતું.  જેથી રાજેશે સાગર જાની નામના વ્યક્તિના બાઇનાન્સ એકાઉન્ટમાં તેના મિત્રની મદદથી ૧૦ લાખના યુએસડીટી મગાવ્યા હતા. જે પૈકીના ૧૦ લાખ રૂપિયાના યુએસડીટી રાજેશે  સાગર જાનીનાવોલેેટમાંથી અખિલના વોલેટમાં ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ યુએસડીટી મળ્યા ન હોવાનું કહીને અખિલે તેને ૧૦ લાખની રોકડ આપ્યા નહોતા અને ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ અખિલે રાજેશને ધમકી આપીને યુએસડીટીના બદલમાં નાણાં નહી આપવાનું કહ્યું હતું.   આ અંગે રાજેશે નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી અને ધમકીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.