Get The App

પોલીસમાં નોંધણી વિના મકાન ભાડે આપવા 200થી વધુ ગુના નોંધાયા

સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ દરમિયાન કાર્યવાહી

અમદાવાદમાં મકાન ભાડે આપીને પોલીસના જાહેરનામનો ભંગ કરતા મકાન માલિક વિરૂદ્ધ ધરપકડ સુધીની કાર્યવાહી

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
પોલીસમાં નોંધણી વિના  મકાન ભાડે આપવા 200થી વધુ ગુના નોંધાયા 1 - image

અમદાવાદ,રવિવાર

અમદાવાદમાં પોલીસ દ્વારા છેલ્લાં બે દિવસ દરમિયાન  દરમિયાન  પોલીસમાં નોંધણી વિના મકાન ભાડે આપવાના 200થી વધુ ગુના નોંધીને કાર્યવાહી કરી છે. ત્યારે આગામી સમયમાં આ કાર્યવાહી  ચાલુ રાખીને વધુ આકરી કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી છે.


અમદાવાદમાં મકાન ભાડે આપતા સમયે પોલીસમાં નોધણી ફરજિયાત હોવા છતાંય, હજુ મોટાપ્રમાણમાં અનેક લોકો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડૂઆત તરીકે નોંધણી  નહી કરાવીને જાહેરનામાનો ભંગ કરે છે. જેમાં અનેકવાર અસામાજીક તત્વો કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો ગેરકાયદે રહેતા હોવાની વિગતો પણ સામે આવી હતી. ખાસ કરીને ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઉપરાંત, અન્ય રાજ્યોના લોકો પોલીસમાં નોંધણી કર્યા વિના જ રહેતા હતા. આ પ્રકારની સ્થિતિ શહેરના અન્ય વિસ્તારોમાં સામે આવી હતી. જે અનુસંધાનમાં પોલીસ કમિશનર દ્વારા સમગ્ર અમદાવાદના તમામ વિસ્તારમાં   ખાસ ઝુંબેશ શરૂ કરવા માટે સુચના આપવામાં આવી હતી. જેમાં પોલીસે શહેરના મોટાભાગના  વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. જેમાં બે દિવસ દરમિયાન પોલીસે 200થી વધુ ગુના નોંધીને મકાન ભાડે આપનાર વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.


Tags :