Get The App

પોલીસે ઇન્સ્ટાગ્રામની પોસ્ટના આધારે ગણતરીના કલાકોમાં યુવકોને ઝડપી લીધા

યુવતીએ રીવરફ્રન્ટ રોડ પર યુવકોના ગેરવર્તનની પોસ્ટ મુકી

યુવતીના ઇસ્ટાગ્રામ પર ડીએમ કરીને પોલીસે વિગતો મેળવીને સ્કૂટર નંબરના આધારે આરોપીને પકડી લીધા

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
પોલીસે ઇન્સ્ટાગ્રામની પોસ્ટના આધારે ગણતરીના કલાકોમાં યુવકોને  ઝડપી લીધા 1 - image

 (મૈત્રી દાવડા)

અમદાવાદ,શનિવાર

અમદાવાદમાં રહેતી એક યુવતીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મુકી હતી. જેમાં તેની સાથે અભદ્ર ઇશારા કરનાર સ્કૂટરચાલકની વાત કરી હતી. જે બાબતને ગંભીરતાથી લઇને એક પોલીસ કર્મચારીએ ત્વરીત તે યુવતીનો સંપર્ક કરીને ગેરવર્તન કરનારા યુવકોના સ્કૂટરની વિગતો અને સમય નોંધીને ઇન્ચાર્જ ડીસીપી ઝોન-૧ સફીનને હસનને જાણ કરતા ગણતરીના કલાકોમાં પોલીસે બંને યુવકોની ઝડપીને તેમના વિરૂદ્ધ અટકાયતી પગલા ભર્યા હતા.

પોલીસે ઇન્સ્ટાગ્રામની પોસ્ટના આધારે ગણતરીના કલાકોમાં યુવકોને  ઝડપી લીધા 2 - image

વિક્રમસિંહ પરમાર

અમદાવાદમાં રહેતી મૈત્રી દાવડા નામની યુવતી બે દિવસ પહેલા રાતના સમયે તેની મિત્ર સાથે રીવરફ્રન્ટ વેસ્ટના રોડ પરથી જતી હતી. ત્યારે સ્કૂટર પર પસાર થતા બે યુવકોએ તેની સામે ગંદા ઇશારા કર્યા હતા અને છેડતીનો પ્રયાસ કર્યો હતો. જેથી ગભરાઇ ગઇ હતી. પરંતુ, તેણે  સતકર્તા વાપરીને તે યુવકોનો વિડીયો મોબાઇલમાં રેકોર્ડ કર્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે ઇન્સ્ટગ્રામ પર પોતાની એક પોસ્ટ મુકીને સમગ્ર ઘટના વર્ણવી હતી. 

આ પોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ પરમારે જોઇ હતી અને તેમણે સ્થિતિની ગંભીરતા સમજીને મૈત્રી દાવડાના ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને તેની સાથે બનેલી ઘટના અંગે વિગતો જાણીને તાત્કાલિક  ઝોન-૧ના ઇન્ચાર્જ  ડીસીપી સફીન હસનને જાણ કરી હતી. ત્યારબાદ સફીન હસને તેમના સ્ક્વોડના પીએસઆઇ એચ બી ગઢવીને જાણ કરી હતી અને સીસીટીવી ફુટેજ અને વિડીયોના આધારે  બંને નબીરાઓને ઝડપીને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને હવાલે કરી દીધા હતા.

પોલીસે ઇન્સ્ટાગ્રામની પોસ્ટના આધારે ગણતરીના કલાકોમાં યુવકોને  ઝડપી લીધા 3 - image

આ અંગે  ડીસીપી સફીન હસને જણાવ્યું કે મૈત્રી દાવડાએ હિંમત દાખવીને પોસ્ટ મુકતા આરોપીઓ ઝડપાયા છે. સાથેસાથે સોશિયલ મિડીયાનો ઉપયોગથી ગુનેગારોને ઝડપી શકાય છે.  સાથેસાથે  સોશિયલ મિડીયા પર પોસ્ટ મુકનાર મૈત્રી દાવડાએ પણ પોલીસની કામગીરીને બીરદાવી હતી.

ઉલ્લેખનીય છે કે પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ પરમાર ખુદ અમદાવાદ પોલીસના ઇન્સ્ટાગ્રામ પેઇજ લોકોને સાયબર ક્રાઇમથી બચવા સહિતની વિવિધ પોસ્ટ મુકનાર એક માત્ર પોલીસ કર્મચારી છે અને સોશિયલ મિડીયા પર સતત નજર રાખીને  આ પ્રકારના કિસ્સા સામે આવતા ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક જાણ કરતા રહે છે.

Tags :