Get The App

અમદાવાદ પોલીસે સાયબર સાથી ચેટબોટ નામની વોટ્સએપ સેવા શરૂ કરી

ઓનલાઇન છેતરપિંડીની ઘટના રોકવા વધુ એક પહેલ

ચેટબોટથી રાઉન્ડ ધ ક્લોક માહિતી મળી શકશેઃ સાયબર ફ્રોડથી બચવાની તમામ વિગતો ડીજીટલી મળી રહેશે

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ પોલીસે સાયબર સાથી ચેટબોટ નામની વોટ્સએપ સેવા શરૂ કરી 1 - image

અમદાવાદ,બુધવાર

અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં સાયબર ક્રાઇમને લગતા કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે ગુનાઓને કાબુમાં લેવા અને લોકોમાં જાગૃતતા આવે તે માટે અમદાવાદ પોલીસે સાયબર સાથી ચેટબોટ નામની વોટ્સએપ સેવા શરૂ કરી છે. જેમાં રાઉન્ડ ધ ક્લોક સાયબર ક્રાઇમને લગતી માહિતી મળી શકશે. આ માટે નિષ્ણાંતોની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવશે.


સાયબર ક્રાઇમના કેસમાં છેલ્લાં વર્ષોમાં ૩૦૦ ગણો વધારો થયો છે. ત્યારે સાયબર ક્રાઇમને રોકવા માટે લોકોમાં જાગૃતતા ફેલાવવા જરૂરી છે. જે અનુસંધાનમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે સાયબર સાથી ચેટબોટ નામની વોટ્સએપ સેવા શરૂ કરી છે. ૬૩૫૭૪૪૬૩૫૭ નંબર પર વોટ્સએપ કરીને સાયબર સાથીની મદદથી કોઇપણ વ્યક્તિ રાઉન્ડ ધ ક્લોક વાતચીત કરી શકશે. જેમાં સાયબર ક્રાઇમ અંગે તુંરત જ માહિતી મળશે.  આ ઉપરાંત, હાલની સાયબર ક્રાઇમની મોડ્સ ઓપરેન્ડીસાવચેતીના પગલા, સ્પામ કોલ અને મેસેજ અંગે તેમજ અમદાવાદના તમામ પોલીસ મથકોની માહિતી પણ હશે. જેથી લોકોમાં જાગૃતતા ફેલાવવાની સાથે સાયબર ક્રાઇમને કાબુમાં લઇ શકાય.

પાલડી ટાગોર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાયબર સાથીની સેવા શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ  અમદાવાદના તમામ ઝોનના પોલીસ સ્ટેશન, ક્રાઇમબ્રાંચ, સાયબર ક્રાઇમ, આર્થિક ગુના નિવારણ શાખા અને એસઓજીના કુલ ૮૪૮  ગુનાના રીકવર કરેલા ૭૭૧ મોબાઇલ ફોન, ૨૧ વાહનો અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ ૨૬ કરોડનો મુદ્દામાલ તેમના મુળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.  આ ઉપરાંત, અમદાવાદ પોલીસેે વર્ષ ૨૦૧૫માં અત્યાર સુધીમાં ૧૯.૧૫ કરોડની રકમ પરત અપાવવાની કામગીરી કરી છે.

Tags :