Get The App

૨૦ લાખની ખંડણી માંગવાના કેસમાં વહીવટદારની દરમિયાનગીરીથી વસ્ત્રાપુર-બોડકદેવ પોલીસનું છલછલાણું

સ્પા ગર્લ દ્વારા આધેડને બ્લેકમેઇલ કરી નાણાં માંગવામાં આવ્યા હતા

સ્પાના સંચાલકને બચાવવા માટે પોલીસ કેસની તપાસ કરવાને બદલે ભોગ બનનારને પરેશાન કરતા હોવાનો આક્ષેપ

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
૨૦ લાખની ખંડણી માંગવાના કેસમાં વહીવટદારની દરમિયાનગીરીથી વસ્ત્રાપુર-બોડકદેવ પોલીસનું છલછલાણું 1 - image

અમદાવાદ,સોમવાર

શહેરના સાયન્સ સીટી વિસ્તારમાં રહેતા એક આધેડને સ્પામાં કામ કરતી યુવતીએ તેના પતિ અને અન્ય સ્પાના સંચાલકે બ્લેકમેઇલ કરીને ૧૭ લાખ જેટલી માતબર રકમ પડાવીને વધુ ૨૦ લાખની ખંડણી માંગી હતી. આ કેસમાં ભોગ બનનારને ન્યાય અપાવવાના બદલે આ કેસમાં વસ્ત્રાપુર અને બોડકદેવ પોલીસ વચ્ચે છલકછલાણુ કરવામાં આવી રહ્યું છે. 

શહેરના સાયન્સ સીટી વિસ્તારમાં રહેતા એક આધેડ બોડકદેવમાં આવેલા એક સ્પા મસાજ માટે ગયા હતા. જ્યાં ચાંદની રાજપુત નામની યુવતીએ મસાજ કરીને મોબાઇલ નંબર મેળવીને ખોટા કેસમાં ફસાવીને ધમકી આપીને નાણાંની માંગણી કરીને ૧૦.૯૧ લાખની રકમ પડાવી હતી. જે પૈકીના કેટલાંક નાણાં ચાંદનીના પતિ મોહિત જૈન અને ભાઇ અવિનાશ મોઢના ખાતામાં જમા કરાવાયા હતા. ત્યારબાદ  દાગીના અને મોબાઇલ ફોન પણ ખરીદી કરાવ્યા હતા. આમ કુલ ૧૭ લાખ રૂપિયા  પડાવ્યા હતા.  

 ૨૦ લાખની ખંડણી માંગવાના કેસમાં વહીવટદારની દરમિયાનગીરીથી વસ્ત્રાપુર-બોડકદેવ પોલીસનું છલછલાણું 2 - imageગત ૨૭મી નવેમ્બરના રોજ સાંજના સમયે આધેડની દુકાન પર જઇને ચાંદની, તેના પતિ મોહિત જૈન તેમજ અન્ય સ્પાના સંચાલક ભાવીક સંઘવીએ ૨૦ લાખની માંગણી કરીને બ્લેકમેઇલ કરવાની ધમકી આપી હતી. પરંતુ, આ ગંભીર કેસની તપાસમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. જેમાં ભાવીક સંઘવીનેે અમદાવાદના એક વહીવટદારે મેદાનમાં આવીને ભોગ બનનાર પર કેસમાં સમધાન કરવા પર દબાણ કરાવ્યું હતું. તેમ છતાંય, આધેડે સમાધાન કરવાની ના પાડતા તેમના પર ક્રોસ ફરિયાદની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ કેસની તપાસ આડાપાટે ચઢાવવા માટે વહીવટદારે ઉચ્ચ અધિકારીઓ પર દબાણ કરીને આ કેસ બોડકદેવ પોલીસ સ્ટેશનની હદમાં હોવાનું કારણ અપાવીને તપાસ બોડકદેવ પોલીસ કરશે. તેમ જણાવીને ભોગ બનનારને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. 

આ કેસમાં ભોગ બનનારે જણાવ્યું કે તેને બ્લેકમેઇલ કરીને પડાવવામાં આવેલા નાણાંના પુરાવા પણ આપવામાં આવ્યા છે. પરંતુ, પોલીસ આ ગંભીર કેસમાં સમાધાન કરાવીને મામલો રફેદફે કરવા પ્રયાસ કરી રહી છે અને કેસની તપાસને ખોરંભે ચઢાવી રહી છે.  જે અંગે હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે.