Gujarat

સિંધુભવન પાસે કાર સ્ટંટના વાયરલ વિડીયો મામલે પોલીસે ગુનો નોંધ્યો

By GS TEAM
26 Jun 20251 min read
સિંધુભવન પાસે કાર સ્ટંટના વાયરલ વિડીયો મામલે પોલીસે ગુનો નોંધ્યો

અમદાવાદ,ગુરૂવાર

સિંધુભવન રોડ પર  કારના રૂફ પર એક યુવકને સાથે રાખીને કારચાલક દ્વારા સ્ટંટ કરવાના મામલે એન ડીવીઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. પોલીસે કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે કાર સિંધુભવન રોડ પાસે આવેલા ગેરેજમાં રીપેર માટે આવી હતી. ત્યારે ગેરેજમાં કામ કરતો કર્મચારી કારની રૂફ પર હોવા છતાંય, અન્ય કર્મચારીએ કારના ચલાવી હતી.  

સિંધુભવન રોડ પર કારના સ્ટંટનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.જે અંગે એન ડીવીઝન ટ્રાફિક પોલીસે ે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે  કાર સિંધુભવન રોડ નજીક કેમીલો કાફે પ્રેરણા વિદ્યામંદિર રોડ પર હતી અને કારની માલિકી જગતપુર ગોદર્રેજ ગાર્ડન સીટીમાં આવેલા પ્રાઇમ ક્રેસ્ટમાં રહેતા આશીષ કોઠારીની મલિકીની હતી.  આ કાર તેણે ગત ૨૩મી તારીખ કાર્ઝ સ્ટ્રીટ નામના ગેરેજમાં રીપેર માટે આપી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે  ગેરેજમાં કામ કરતો ધુ્રવ રબારી (જયંત પાર્ક સોસાયટી,  ઘાટલોડીયા)આ આ કારને ચલાવતો હતો અને કારની રૂફ પર મહંમદ આલમ નામનો કર્મચારી બેઠો હતો. તેની સાથે કારના માલિક આશીષ કોઠારી પર કારમાં હાજર હતા. તેણે ટેસ્ટ ડ્રાઇવ કરવા માટે  કારને લીધી ત્યારે તેણે આ સ્ટંટ કર્યો હતો. જેના આધારે પોલીસે ધુ્રવ રબારી વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.