Get The App

અમદાવાદના 31 પીઆઇની આંતરિક બદલી, પોલીસ કમિશનર જી.એસ.મલિકનો મોટો નિર્ણય

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના 31 પીઆઇની આંતરિક બદલી, પોલીસ કમિશનર જી.એસ.મલિકનો મોટો નિર્ણય 1 - image


Ahmedabad 31 PI Transfer : અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે મોટો નિર્ણય લીધો છે. પોલીસ કમિશનર દ્વારા શહેરના 31 પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઇ)ની આંતરિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ આંતરિક બદલીમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પીઆઇની નિમણૂક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, શાહીબાગ અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પીઆઇની જગ્યા ખાલી હતી, તે જગ્યા પર પણ નવી નિમણૂક કરવામાં આવી છે. પોલીસ કમિશનર જી.એસ.મલિકે શહેરના પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરફારો કરતાં ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી, EOW સહિતની એજન્સીઓમાં પી.આઇ.ની બદલીઓ કરાઇ છે. આ બદલીઓથી શહેરમાં પોલીસની કામગીરી વધુ અસરકારક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બદલી કરાયેલા 31 પી.આઇની યાદી

અમદાવાદના 31 પીઆઇની આંતરિક બદલી, પોલીસ કમિશનર જી.એસ.મલિકનો મોટો નિર્ણય 2 - image
અમદાવાદના 31 પીઆઇની આંતરિક બદલી, પોલીસ કમિશનર જી.એસ.મલિકનો મોટો નિર્ણય 3 - image

Tags :