Get The App

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સીસીટીવી કેમેરે અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

Updated: Feb 20th, 2022

GS TEAM


Google News
Google News
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સીસીટીવી કેમેરે અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું 1 - image


અમદાવાદ, તા. 20 ફેબ્રુઆરી, 2022, રવિવાર

અમદાવાદ શહેરમાં ભૂતકાળમાં આતંકવાદી તત્વોએ વિવિધ સ્થળોએ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કરીને મોટી જાનહાનિ કરેલી અને મિલકતોને નુકસાન પહોંચાડેલું. ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો પ્રમાણે ભવિષ્યમાં પણ આ પ્રકારની ઘટનાઓની શક્યતા રહેલી છે. ઉપરાંત શહેરમાં લૂંટ-ધાડના ગુનાઓ પણ બનતા રહે છે. જાહેર સ્થળોએ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા આતંકવાદી પ્રવૃત્તિઓ તેમજ ગુનાઓ નિવારવા, ગુનાઓ શોધવા અને ઈન્વેસ્ટિગેશનમાં ખૂબ મહત્વના સાબિત થાય છે. 

આ કારણે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સીસીટીવી કેમેરા ગોઠવવા અંગે જાહેરનામુ બહાર પાડ્યું છે. આ હુકમ આગામી તા. 21 ફેબ્રુઆરી, 2022ના રોજ 00:00 કલાકથી તા. 21 એપ્રિલ, 2022ના રોજ 24:00 કલાક સુધી 60 દિવસ માટે અમલમાં રહેશે. તેમજ અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈ પણ પોલીસ અધિકારીઓ આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈપીસીસીની કલમ 188 મુજબ ફરિયાદ માંડવા અધિકૃત રહેશે.

પોલીસ કમિશનરે જાહેરનામા દ્વારા નીચે દર્શાવવામાં આવેલા સ્થળોએ સીસીટીવી કેમેરા ગોઠવવા હુકમ કર્યો છે. 

1. જ્વેલર્સની દુકાનો, આંગડીયા પેઢી, શોપિંગ મોલ્સ, મલ્ટીપ્લેક્ષ થિયેટર્સ, કોમર્શિયલ સેન્ટર, થ્રીસ્ટારથી ઉપરની હોટેલ્સમાં સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને પ્રવેશદ્વાર ઉપર સિક્યોરિટી ગાર્ડ, મેટલ ડિટેક્ટર તથા સીસીટીવી કેમેરાની ગોઠવણી કરવાની રહેશે. ઉપરાંત આ જગ્યાઓના પાર્કિંગ, ભોંયરા, તમામ માળ ઉપર સિક્યોરિટી ગાર્ડ અને સીસીટીવી કેમેરાની ગોઠવણી કરવાની રહેશે જેમાં Image-colour, Image sensor 1/3" minimum, SupportTCP/IP and remote monitoring, Resolution-600 TVL. Min, Compression-H.264/M.JPEG, System data storage-15 days min., With Back light compensation and night vision capability ધરાવતા સીસીટીવી કેમેરા ગોઠવવાના રહેશે. 

2. 10થી વધુ સંખ્યામાં બેઠક ધરાવતા રેસ્ટોરા, ગેસ્ટ હાઉસ, લોજિંગ બોર્ડ, ધર્મશાળા, અતિથિ ગૃહ, વિશ્રામગૃહ, કોમર્શિયલ સેન્ટર, પેટ્રોલ પંપ, ટોલ પ્લાઝા, બહુમાળી બિલ્ડિંગ, પાવર હાઉસ વગેરે સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે. 

3. ઉપર દર્શાવેલી જગ્યાઓમાં પ્રવેશતી ગાડીઓના નંબર અને વ્યક્તિઓના ચહેરા સ્પષ્ટ દેખાય તે રીતે સીસીટીવી કેમેરાની ગોઠવણી કરવી તથા 15 દિવસ સુધી તેના રેકોર્ડિંગનો સંગ્રહ કરવો. 

4. ધર્મશાળાના સંચાલકોએ રજિસ્ટરમાં ધાર્મિક સ્થળોની ધર્મશાળાઓમાં મુસાફરોના જરૂરી આઈડી, એડ્રેસ, મુલાકાતનું કારણ અને ખાનગી વાહનના રજીસ્ટ્રેશન નંબરની નોંધ કર્યા બાદ મુસાફરોને ઉતારો આપવો. 

5. તમામ સીસીટીવી કેમેરાના માલિકો, સંચાલકો, વ્યવસ્થાપકોએ તેમના હસ્તકના તમામ સીસીટીવી કેમેરાઓમાં ચોક્કસ તારીખ તથા ભારતીય માનક સમયાનુસાર ચોક્કસ સમય સેટ કરવો. 

Tags :