Gujarat

પાઇલટે RATની મદદ લીધી છતાં વિમાન તૂટી પડ્યું, અમદાવાદ પ્લેન ક્રેશના વીડિયો પરથી નિષ્ણાતોનો દાવો

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
એર ઈન્ડિયાનું ડ્રીમલાઈનર બોઇંગ અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યાના ગણતરીની સેકન્ડમાં સિવિલના પ્રાંગણમાં ધડાકા સાથે તૂટી પડ્યું હતું. વીડિયો પરથી નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે, પાઇલટે છેલ્લી ઘડીએ રેમ એર ટર્બાઈન (RAT)ની પણ મદદ લીધી હતી તેમ છતાંય વિમાનનો બચાવ થઇ શક્યો નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

પાઇલટે RATની મદદ લીધી છતાં વિમાન તૂટી પડ્યું, અમદાવાદ પ્લેન ક્રેશના વીડિયો પરથી નિષ્ણાતોનો દાવો

Ahmedabad Plane Crash: એર ઈન્ડિયાનું ડ્રીમલાઈનર બોઇંગ અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યાના ગણતરીની સેકન્ડમાં સિવિલના પ્રાંગણમાં ધડાકા સાથે તૂટી પડ્યું હતું. વીડિયો પરથી નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે, પાઇલટે છેલ્લી ઘડીએ રેમ એર ટર્બાઈન (RAT)ની પણ મદદ લીધી હતી તેમ છતાંય વિમાનનો બચાવ થઇ શક્યો નહીં.

પાઇલટે RATની મદદ લીધી છતાંય વિમાન તૂટી પડયું...

એરપોર્ટ નજીક રહેલાં એક વિદ્યાર્થીએ પોતાના મકાનના ધાબા પરથી થોડી સેકન્ડનો વીડિયો બનાવ્યો છે જેમાં વિમાન એકદમ નીચે ઉડી રહ્યું છે અને થોડીક ક્ષણોમાં અગનગોળાની જ્વાળા ઉઠે છે. આ વીડિયોના આધારે નિષ્ણાતોનું કહેવુ છે કે, 'વિમાન તૂટી પડે તે પહેલા પાઇલટે કદાચ રેમ એર ટર્બાઈનનો પણ ઉપયોગ કર્યો હતો. જ્યારે વિમાનના બંને એન્જિન ફેઇલ થાય અને વિમાન અચાનક નીચે તરફ આવતુ હોય ત્યારે સુરક્ષિત લેન્ડિંગ કરી શકાય તે માટે રેમ એર ટર્બાઇનનો ઉપયોગ કરવામાં આવે છે.'


જો બંને એન્જિન ફેલ થાય તો RAT સુરક્ષિત લેન્ડીંગ કરવામાં ઉપયોગી 

વિમાનમાં પાવર જનરેટર માટે આ છેલ્લો વિકલ્પ છે. બે બ્લેડવાળું રેમ એર ટર્બાઇન વિમાનની મધ્યમાં તળિયે લગાવેલું હોય છે. નિષ્ણાતોનું કહેવુ છેકે, 'વિમાનમાં હાઇડ્રોલિક કે ઇલેક્ટ્રિક સપોર્ટ ન હોય તેવા સમયે પાઇલટ રેમ એર ટર્બાઇનને છેલ્લો વિકલ્પ તરીકે પસંદ કરશે. આ રેમ એર ટર્બાઇન વિમાનને આગળની તરફ ધકેલે છે.

જોકે, અમદાવાદ એરપોર્ટથી ટેક ઓફ થયા બાદ વિમાન વધુ ઊંચાઈ પર નહોતું. આ કારણોસર પાઇલટ પાસે વધુ સમય ન હતો. જો વિમાનની ઊંચાઈ હોત અને કદાચ એન્જિન ફેલ્યોર જેવી પરિસ્થિતિ સર્જાઈ હોત, તો આ રેમ એર ટર્બાઇનની મદદથી ઈમરજન્સી લેન્ડિંગ કરી શકાયું હોત અને મુસાફરોના જીવ બચાવી શકાયા હોત.' 

આ પણ વાંચો: Ahmedabad Plane Crash LIVE : 177 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, પરિજનોને સોંપાશે મૃતદેહ

વિમાનમાં મુખ્ય અને બેકઅપ સિસ્ટમ નિષ્ફળ જાય ત્યારે રેમ એર ટર્બાઇન ઓટોમેટિક રીતે સક્રિય થાય છે. વીડિયોમાં રેમ એર ટર્બાઇન જોવા મળી રહ્યું છે તે પરથી એ વાત નક્કી છે કે, વિમાન ગંભીર સ્થિતીમાં હતું અને ઇલેક્ટ્રિકલ નિષ્ફળતા સાથે હાઈડ્રોલિક નુકસાન પણ થયું હશે. હવે તો ફ્લાઈટ ડેટા રેકોર્ડર જ અમદાવાદ વિમાન દુર્ઘટનાનું રહસ્ય ઉજાગર કરશે.