Get The App

અમદાવાદમાં પ્લેન ક્રેશ કેવી રીતે થયું? જુઓ Graphic Animationમાં

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
Ahmedabad Plane Crash


Ahmedabad Plane Crash : ગુજરાતના અમદાવાદમાં 12મી જૂને ભીષણ વિમાન દુર્ઘટનાના કારણે સમગ્ર દેશ આઘાતમાં છે. વિમાનમાં સવાર મોટા ભાગના મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું જેમાં 242 લોકો સવાર હતા. જેમાં બે પાયલટ અને 10 કેબિન ક્રૂ સદસ્યો સામેલ છે. વિમાન મેઘાણીનગર નજીક એક હોસ્ટેલમાં ક્રેશ થયું તે બિલ્ડિંગમાં પણ મોટા પાયે જાનહાનિના અહેવાલ છે. પ્લેન ટેકઓફ થયાની બે જ મિનિટમાં ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. તેઓ પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. ફ્લાઇટ AI171માં 169 ભારતીય, 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા. આ પ્લેન ક્રેશ થયું કેવી રીતે, સમજો ગ્રાફિક એનિમેશનથી...



Tags :