Ahmedabad plane crash : અમદાવાદ પ્લેન ક્રેશ મામલે કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે મોટો દાવો કર્યો છે. તેમનો દાવો છે કે પ્લેન ક્રેશ મામલે નવી જાણકારી મળી છે. તેમણે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુને પત્ર લખી નવી જાણકારી અંગે તપાસની માંગ કરી છે.
મારા કાર્યાલયે નવી જાણકારી સરકારને સોંપી: કોંગ્રેસ સાંસદ
5 જાન્યુઆરીએ લખેલા પત્રમાં કાર્તિ ચિદમ્બરમે સવાલ કહ્યું છે, કે એર ઇન્ડિયા પ્લેન ક્રેશની તપાસ મામલે હું વર્તમાન સ્થિતિ અંગે સ્પષ્ટીકરણ જાણવા માંગુ છું. મને જાણ થઈ છે કે પ્રાથમિક તપાસ બાદ હવે કેટલીક નવી જાણકારી અને જરૂરી ઇનપુટ સામે આવ્યા છે. મારા કાર્યાલયને જે જાણકારી પ્રાપ્ત થઈ તે સરકારને પણ પાઠવવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતા અને નુકસાનને જોતાં સરકાર આ અંગે તપાસ કરે તે જરૂરી છે.
આ અંગે કાર્તિ ચિદમ્બરમે 2 સવાલ પૂછ્યા છે:
1. શું આ અંગે તપાસ, સમીક્ષા કે મૂલ્યાંકન શરુ કરાયું છે?
2. શું વધારાની સમિતિની રચના કરાઈ છે?
કાર્તિ ચિદમ્બરમે કહ્યું છે કે સરકારે તપાસના પરિણામો સાથે નવો રિપોર્ટ જાહેર કરવો જોઈએ.
નોંધનીય છે વર્ષ 2025માં 12મી જૂને અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ટેક ઑફ બાદ અમદાવાદમાં ક્રેશ થયું હતું. જેમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા.



