Get The App

અમદાવાદ પ્લેન ક્રેશ : ફલાઇટમાં સવાર 241 મુસાફરોના મોત, એકનો બચાવ, એર ઇન્ડિયાની સત્તાવાર જાહેરાત

Updated: Jun 12th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ પ્લેન ક્રેશ : ફલાઇટમાં સવાર 241 મુસાફરોના મોત, એકનો બચાવ, એર ઇન્ડિયાની સત્તાવાર જાહેરાત 1 - image


Air India Plane Crash:  અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે (12 જૂન, 2025) બપોરે ક્રેશ થઈ ગઈ. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા છે. જેની પુષ્ટિ એર ઇન્ડિયા દ્વારા કરાઇ છે. દુર્ઘટના બાદ વિમાન નજીકની મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડ્યું હતું, જેમાં 24 લોકોના મોત થયા હોવાનુ સૂત્રો જણાવી રહ્યા છે. જેની સત્તાવાર પુષ્ટિ હજુ નથી થઇ.

241 મુસાફરોના મોત: એર ઇન્ડિયા

એર ઇન્ડિયાએ X પર સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા છે. વિમાન ટેકઓફ પછી તરત જ ક્રેશ થયું. અમને જણાવતા દુઃખ થાય છે કે ફ્લાઇટ AI171માં સવાર 242 મુસાફરો અને ક્રૂમાંથી ફક્ત એક જ મુસાફર જીવિત બચી શક્યો. બચાવના પ્રયાસો પૂર્ણ થયા છે અને અધિકારીઓ હવે પીડિતોની ઓળખ અને અસરગ્રસ્ત પરિવારોને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. એકમાત્ર બચી ગયેલા વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અમદાવાદ પ્લેન ક્રેશ : ફલાઇટમાં સવાર 241 મુસાફરોના મોત, એકનો બચાવ, એર ઇન્ડિયાની સત્તાવાર જાહેરાત 2 - image

Tags :