Get The App

ગિરનારના 2500 પગથિયાં પર અમદાવાદના યાત્રિકનું મોત

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
ગિરનારના 2500 પગથિયાં પર અમદાવાદના યાત્રિકનું મોત 1 - image

31 ડિસેમ્બરના ગિરનાર પર આવ્યા હતા : પગથિયા પર બેસવા જતી વખતે નીચે પડી ગયા : ડોળી મારફત તળેટીમાં લાવી સારવારમાં ખસેડાયા પરંતુ મૃત્યુ 

જૂનાગઢ, : તા. 31 ડિસેમ્બરના અમદાવાદના એક યાત્રિક ગિરનારના 2500 પગથિયા પરથી પડી જતા તેને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા હતા પરંતુ તેણે સારવાર પૂર્વે દમ તોડી દીધો હતો.

આ અંગેની વધુ વિગત મુજબ મૂળ ભાવનગર જિલ્લાના જેસરના અને હાલ અમદાવાદના જીવરાજ સોસાયટીમાં  રહેતા આશિષભાઈ અમૂલભાઈ દોશી (ઉ.વ. 45) તા. 31ના ગિરનાર પર્વત પર આવ્યા હતા. 2500 પગથિયા પર બેસવા જતા તેઓ અકસ્માતે નીચે પડી જતા ગંભીર ઇજા થઇ હતી. લોકોએ તેઓને બહાર કાઢયા હતા. આશિષભાઈને ડોળી મારફત તળેટીમાં લાવી સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવથી ગમગીની વ્યાપી ગઇ હતી. આશિષભાઈ કયા કારણસર નીચે પડયા એ અંગે ભવનાથ પોલીસે વધુ તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.