Get The App

અમદાવાદમાં લક્ઝરી બસની છત પરના સામાનના કારણે ડાળી તૂટી પડતા એક યુવકનું મોત, માનવ વધનો ગુનો દાખલ

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં લક્ઝરી બસની છત પરના સામાનના કારણે ડાળી તૂટી પડતા એક યુવકનું મોત, માનવ વધનો ગુનો દાખલ 1 - image


Road Accident in Ahmedabad: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ નમસ્તે સર્કલ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં ઝાડની ડાળી પડતાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના પાછળનું કારણ એક લક્ઝરી બસમાં ભરેલો ઓવરલોડ સામાન હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શાહીબાગ નમસ્તે સર્કલ પાસેથી એક લક્ઝરી બસ પસાર થઈ રહી હતી. આ બસમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન ભરવામાં આવ્યો હતો. જેના કારણે બસની છત પર રાખેલો સામાન ઝાડની ડાળી સાથે અથડાયો અને ડાળી તૂટીને નીચે પડી. કમનસીબે, તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવક પર આ ડાળી પડતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

આ પણ વાંચો: દાહોદ નજીક હિટ એન્ડ રન: બસે ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત, બે ઇજાગ્રસ્ત

અકસ્માત બાદ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ માધુપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે લક્ઝરી બસના ચાલક સામે માનવવધનો ગુનો દાખલ કર્યો છે.

આ ઘટનાએ શહેરના રસ્તાઓ પર ઓવરલોડ વાહનોના જોખમ પર ફરી એકવાર ચિંતા ઉભી કરી છે. પોલીસે હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કડક કાર્યવાહીની ખાતરી આપી છે.


Tags :