અમદાવાદ: ટ્રાફિક નિયમોનો ભંગ ભારે પડ્યો, મોપેડ સવાર યુવતીઓને AMTS બસે મારી ટક્કર, જુઓ CCTV
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના શાહ આલમ ટોલ નાકા પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં AMTS બસ અને મોપેડ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં મોપેડ પર સવાર બે યુવતીઓ બસની અડફેટે આવી જતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક વિગતો મુજબ, બંને યુવતીઓ મોપેડ પર રોંગ સાઈડમાં જઈ રહી હતી, ત્યારે વળાંક પાસે સામેથી આવતી AMTS બસે તેમને ટક્કર મારી હતી.
રોંગ સાઈડમાં જવું યુવતીઓને ભારે પડ્યું
આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટ્રાફિક નિયમોનો ભંગ કરીને રોંગ સાઈડમાં જવું યુવતીઓને ભારે પડ્યું હતું. બંને માંથી એક પણ યુવતીએ હેલ્મેટ પહેર્યું ન હતું. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. બંને યુવતીઓને સામાન્ય ઈજાઓ પહોંચતા આસપાસના લોકોએ તાત્કાલિક મદદ કરી તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી.

પોલીસે તપાસ હાથ ધરી
અકસ્માતની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને આ મામલે કાયદેસરની તપાસ અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.








