મકરબા બ્રિજનું કામ અંતિમ તબક્કામાં: બ્રિજ પર 12 સ્ટીલ ગર્ડર ગોઠવવાનું કામ પૂરું, 1 લાખથી વધુ લોકોને મળશે મોટી રાહત!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ શહેરમાં હાલમાં મકરબા બ્રિજની કામગીરી ચાલી રહી છે, જેમાં તા. 18 મે 2026ના રોજ રેલવે વિભાગ દ્વારા રેલવે ટ્રાફિક બ્લોક આપવામાં આવ્યો હતો. આ દરમિયાન AMC દ્વારા કુલ 12 સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર લોન્ચિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જેના કારણે હવે નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.
યુદ્ધના ધોરણે કામગીરી
AMCના ઇજનેર વિભાગ દ્વારા રેલવે વિભાગ સાથે સંકલન કરીને આ કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવી છે. આ બ્રિજ પર ગર્ડર લોન્ચિંગ પૂર્ણ થવાથી હવે આગામી તબક્કાની કામગીરી પણ સરળ બનશે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના મકરબા, વેજલપુર કોર્પોરેટ રોડ અને એસ.જી. હાઇવે વિસ્તાર વચ્ચેની કનેક્ટિવિટીમાં ઘણો ફાયદો થશે.
આ પણ વાંચો : સત્તાપલટો કે સૈન્ય હુમલાના એંધાણ? માર્કો રુબિયોએ કહ્યું- ક્યુબા અમેરિકા માટે મોટો ખતરો
વાહન ચાલકોને મોટી રાહત
આ બ્રિજ પૂર્ણ થયા બાદ એસ.જી. હાઇવે તેમજ વેજલપુર કોર્પોરેટ રોડ પર રોજિંદા ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે અને વાહનચાલકોને વધુ સરળ તથા ઝડપી અવરજવરનો લાભ મળશે. અંદાજિત એક લાખથી વધુ નાગરિકોને આ પ્રોજેક્ટનો સીધો લાભ મળશે. હાલમાં રેલવે ફાટક પર લાંબા સમય સુધી વાહનો સાથે રાહ જોવી પડતી હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી, પરંતુ બ્રિજ કાર્યરત બન્યા બાદ આ સમસ્યામાં ઘટાડો થવાની શક્યતા છે. તેના પરિણામે વાહનચાલકોનો કિંમતી સમય બચશે તેમજ ફાટક પર લાંબા સમય સુધી વાહનો ઊભા રહેતા થતાં ઇંધણના બિનજરૂરી વપરાશમાં પણ ઘટાડો થશે.








