Gujarat

અમદાવાદ: બાપુનગરમાં SOGની ટીમ ત્રાટકી, ઘરેથી ગાંજો વેચતા ત્રણની ધરપકડ, માસ્ટર માઈન્ડ ફરાર

By GS TEAM
11 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ બાપુનગરના એક રહેણાંક મકાન પર દરોડા પાડ્યા હતા. એ દરમિયાન લગભગ 7 કિલો ગાંજો, 4.9 લાખની રોકડ, મોબાઈલ ફોન સહિત અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: બાપુનગરમાં SOGની ટીમ ત્રાટકી, ઘરેથી ગાંજો વેચતા ત્રણની ધરપકડ, માસ્ટર માઈન્ડ ફરાર

Ahmedabad News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ બાપુનગરના એક રહેણાંક મકાન પર દરોડા પાડ્યા હતા. એ દરમિયાન લગભગ 7 કિલો ગાંજો, 4.9 લાખની રોકડ, મોબાઈલ ફોન સહિત અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. દરોડામાં બે મહિલાઓ સહિત ત્રણની અટકાયત પણ કરવામાં આવી છે. જ્યારે કથિત માસ્ટરમાઇન્ડ, જેની ઓળખ અબ્દુલકાદિર ઉર્ફે બાબુ જાવદ ખાન પઠાણ તરીકે થઈ છે, તે ફરાર છે.

બે મહિલાઓની પણ ધરપકડ

બાપુનગરમાં આવેલા શાંતિનગરના ભવાની ચોકમાં રહેતો અબ્દુલકાદિર તેની પત્ની અને સહયોગીઓની મદદથી તેના ઘરેથી ગાંજો વેચી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જે બાદ SOGની ટીમ સક્રિય થઈ હતી. આરોપીના ઘર તરફ જતી સાંકડી ગલીમાં ટીમ પહોંચી ત્યારે અધિકારીઓએ ખૂણા પર ઉભેલા એક વ્યક્તિને અટકાવ્યો, જેની ઓળખ પાછળથી રફીક શેખ (40) તરીકે થઈ હતી. ઘરની અંદરથી બે મહિલાઓ જેમાંથી અબ્દુલકાદિરની પત્ની સોનીબાનુ (27) મળી પણ મળી આવી હતી.


અંદાજિત રકમ 8.61 લાખનો મુદ્દામાલ જપ્ત

SOGની ટીમે સોનીબાનુ પાસેથી કથિત રીતે ગાંજા ભરેલી બે કાપડની થેલીઓ શોધી કાઢી હતી. ઘરના બીજા માળે વધુ તપાસ કરતાં 6.95 કિલો ગાંજો, 4,90 લાખ રોકડા (માદક દ્રવ્યોના વેચાણમાંથી મળેલી રકમની શંકા), સક્રિય IMEI નંબરોવાળા ચાર મોબાઇલ ફોન તેમજ  CCTV કેમેરા સાથે જોડાયેલા DVR મળી આવ્યા હતા. આ તમામ મુદ્દામાલની અંદાજિત રકમ 8.61 લાખ છે. ઘર અને પરિસરની તપાસ કરવા છતાં SOGની ટીમને મુખ્ય આરોપી અને ગાંજાના ધંધાનો માસ્ટર માઈન્ડ અબ્દુલકાદિર મળી આવ્યો નહતો.

આ પણ વાંચો: રાજકુમાર જાટ કેસમાં આરોપી ગણેશ ગોંડલનો ગાંધીનગર FSLમાં નાર્કો ટેસ્ટ પૂર્ણ, 15 ડિસેમ્બરે HCમાં રિપોર્ટ સોંપાશે

માસ્ટર માઈન્ડ ફરાર

અધિકારીઓનું કહેવું છે કે, 'CCTV સર્વેલન્સ, મોબાઇલ ચેટ્સ અને રોકડની હાજરીથી છૂટક સ્તરે માદક દ્રવ્યોની પ્રવૃત્તિ ચાલુ રહે તેવો સંકેત મળ્યો. FSL મોબાઇલ યુનિટ પ્રારંભિક રાસાયણિક પરીક્ષણ કરવા માટે પહોંચ્યું, જેમાં દરોડા દરમિયાન મળેલો પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી'. હાલ SOGની ટીમે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે અને માસ્ટર માઈન્ડ અબ્દુલકાદિર ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.