Gujarat

નબીરાઓ બેફામ! અમદાવાદના રિવરફ્રન્ટ પર THAR ચાલકે કર્યા જોખમી સ્ટંટ, લોકો 'Before-After'ની રાહે

By GS TEAM
25 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદમાં હવે સિંધુભવન રોડની જેમ રિવરફ્રન્ટ પણ રેસિંગ ટ્રેક બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં, રિવરફ્રન્ટ પર એક થાર કારના ડ્રાઈવરે ખતરનાક રીતે સ્ટંટ કર્યા હતા, ડ્રિફ્ટ મારી ધૂળની ડમરીઓ ઉડાવી હતી. કોઈ જાગૃત નાગરિકે સ્ટંટબાજીનો વીડિયો ઉતારી વાયરલ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નબીરાઓ બેફામ! અમદાવાદના રિવરફ્રન્ટ પર THAR ચાલકે કર્યા જોખમી સ્ટંટ, લોકો 'Before-After'ની રાહે

Car Stunt Video Viral: અમદાવાદમાં હવે સિંધુભવન રોડની જેમ રિવરફ્રન્ટ પણ રેસિંગ ટ્રેક બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં, રિવરફ્રન્ટ પર એક થાર કારના ડ્રાઈવરે ખતરનાક રીતે સ્ટંટ કર્યા હતા, ડ્રિફ્ટ મારી ધૂળની ડમરીઓ ઉડાવી હતી. કોઈ જાગૃત નાગરિકે સ્ટંટબાજીનો વીડિયો ઉતારી વાયરલ કર્યો છે. ધોળે દિવસે નબીરાઓ કરેલા આ સ્ટંટ પોલીસ સામે પણ સવાલ ઊભા કરી રહ્યા છે. વીડિયો વાયરલ છે છતાં પણ પોલીસ હાથ પર હાથ ધરી બેઠી છે.

આ દ્રશ્યો કોઈ ફિલ્મનું શૂટિંગ નથી, પરંતુ ખુદ અમદાવાદના રિવરફ્રન્ટ પરની વાસ્તવિક ઘટના છે. સિંધુભવન રોડ પર આવા જોખમી સ્ટંટ કરનારા 'નબીરાઓ'ની મનમાની હવે રિવરફ્રન્ટ સુધી પહોંચી ગઈ છે, જે રાહદારીઓ અને અન્ય લોકો માટે જોખમ ઊભું કરી શકે છે. છકટા બનેલા આ યુવાનો પર કડક કાર્યવાહી થાય એ જરૂરી છે. કારણ કે અનેક એવી ઘટનાઓ છે જેમાં રિલ અને સ્ટંટના ચક્કરમાં કોઈ નિર્દોષ ભોગે ચઢ્યો હોય, પોતાનું બાળક બહાર જઈને શું કરી રહ્યું છે તે જોવાની જવાબદારી માતા-પિતાની પણ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં જ્વેલરીની દુકાનમાં ધોળા દિવસે ચોરી, ગઠિયાઓ 9 લાખના સોનાના દાગીના લઈને ફરાર

કહેવત છે કે કુતરાની પૂંછડી વાંકી તો વાંકી જ રહે, આમ અનેક વખત સ્ટંટની ઘટનાઓ પર કાર્યવાહી થઈ છે પણ માફી મંગાવી છોડી મૂકવામાં આવે છે. હવે સમય પાકી ગયો છે કે આવા સ્ટંટબાજોને જેલની હવા ખાવા મોકલવામાં આવે જેથી બીજી વખત આવી હિમાકત કરતાં 100 વખત વિચારે. લોકો કહી રહ્યા છે કે બેફામ ડ્રાઇવિંગ કરનારાઓ સામે અમદાવાદ પોલીસના 'Before-After'ના વીડિયો જોવાના બાકી રહ્યા.