Gujarat

VIDEO: અમદાવાદમાં ક્રિકેટ ફીવર, સ્ટેડિયમમાં ભારત-સાઉથ આફ્રિકાનો જંગ જોવા ફેન્સ ઉમટ્યાં

By GS TEAM
22 Feb 20261 min read
TukuTouch Logo
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8નો મુકાબલો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે(22 ફેબ્રુઆરી) રમાવા જઈ રહ્યો છે. બંને ટીમો શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. ભારત અને સાઉથ આફ્રિકા અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં અજેય રહી છે. ગત વખત T20 વર્લ્ડ કપમાં બંનેનો આમનો-સામનો 2024ની ફાઈનલમાં થયો હતો. જેમાં ભારતે જીત હાંસલ કરી હતી અને ચેમ્પિયન બન્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: અમદાવાદમાં ક્રિકેટ ફીવર, સ્ટેડિયમમાં ભારત-સાઉથ આફ્રિકાનો જંગ જોવા ફેન્સ ઉમટ્યાં

Ind vs Sa: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8નો મુકાબલો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે(22 ફેબ્રુઆરી) રમાવા જઈ રહ્યો છે. બંને ટીમો શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. ભારત અને સાઉથ આફ્રિકા અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં અજેય રહી છે. ગત વખત T20 વર્લ્ડ કપમાં બંનેનો આમનો-સામનો 2024ની ફાઈનલમાં થયો હતો. જેમાં ભારતે જીત હાંસલ કરી હતી અને ચેમ્પિયન બન્યું હતું. ત્યારે મેચને લઈને અમદાવાદવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. મેચ પહેલા સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. ભારે ભીડ જોવા મળી હતી. તેમજ લોકો જુદા જુદા વેશભૂષામાં જોવા મળ્યાં હતાં. દેશભરમાંથી લોકો અમદાવાદ પહોંચી ગયા હતાં. લોકો ટેટૂ સાથે પહોંચ્યા હતાં.

અમદાવાદ સ્ટેડિયમમાં ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડ્યા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉમટ્યાં છે. આ રોમાંચક મુકાબલો નિહાળવા માટે લોકો દેશ-વિદેશથી અમદાવાદ આવી પહોંચ્યા છે. ભારતીય ટીમના ફેન્સ બ્લૂ જર્સી અને ભારતીય ઝંડા લહેરાવતા નજરે પડી રહ્યા છે.

સ્ટેડિયમની બહાર ભારતીય ફેન્સ બ્લુ ટીમનો ઉત્સાહ વધારતા નજરે પડ્યા