અમદાવાદ મ્યુનિ.પટાંગણમાં રથયાત્રાના સ્વાગત કાર્યક્રમમાં મ્યુનિ.હોદ્દેદારો-ઘણાં ચેરમેનની ગેરહાજરી
ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત કોર્પોરેટરો દેખાયા જ નહીં
અમદાવાદ,મંગળવાર,20 જુન,2023
૧૪૬મી રથયાત્રાનું પરંપરાગત અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનના પટાંગણમાં સ્વાગત કરાયુ હતુ.આ સમયે ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેન ઉપરાંત ઘણાં કમિટી ચેરમેન અને
કોર્પોરેટરોની ગેરહાજરી જોવા મળી હતી.મંદિરના મહંત સવારે ૯.૩૦ કલાકે
મ્યુનિ.પટાંગણમાં આવી ગયા હતા.જયારે રથ
૧૧.૧૫ કલાકે પહોંચ્યા હતા.
દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનના પટાંગણમાં રથયાત્રા
દરમિયાન મંદિરના મહંત અનેત્રણ રથનું શહેરના મેયર ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનના
હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામા આવે છે.મ્યુનિ.કોર્પોરેશનના વહીવટીતંત્ર અને
સત્તાધારી પક્ષ વચ્ચે આ વખતે રથયાત્રાના સ્વાગત કાર્યક્રમને લઈ સ્પષ્ટ સંકલનનો
અભાવ જોવા મળ્યો હતો.કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા અમદાવાદ મ્યુનિ.ના ૭૩ કરોડના
વિકાસકામનુ લોકાર્પણ પણ સવારના સમયે જ યોજાયુ હતુ.જેના કારણે મ્યુનિ.કોર્પોરેશન ખાતેના મુખ્ય કાર્યક્રમ સમયે
એએમટીએસ-સ્કૂલબોર્ડ અને ટી.પી.કમિટીના ચેરમેન જેવા ગણ્યા-ગાંઠયા ચેરમેન તથા
કોર્પોરેટરો જ જોવા મળ્યા હતા.વહીવટીતંત્ર તરફથી પણ માત્ર ત્રણ ડેપ્યુટી કમિશનર
અને અન્ય વિભાગના ઉપરી અધિકારીઓ હાજર રહયા હતા.શહેરના ઉત્તર-પશ્ચિમ અને
દક્ષિણ-પશ્ચિમ ઝોનના વિવિધ વોર્ડમાંથી ચૂંટાઈને આવેલા કોર્પોરેટરો પણ રથયાત્રા
એમના ઝોનમાં કયાં આવે છે એવી માનસિકતા સાથે સ્વાગત કાર્યક્રમમાં ગેરહાજર જોવા
મળ્યા હતા.