Get The App

અમદાવાદ મ્યુનિ.વિરુધ્ધ વકફ ટ્રીબ્યુનલમાં ૨૮ પડતર કેસ મામલે સીનીયર એડવોકેટની નિમણૂંક

મ્યુનિ.કમિશનરની સીટી સીવીલ કોર્ટના સીનીયર એડવોકેટ હરેશ શાહની નિમણૂંક કરવા સુચના

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News

     અમદાવાદ મ્યુનિ.વિરુધ્ધ  વકફ ટ્રીબ્યુનલમાં  ૨૮ પડતર કેસ મામલે સીનીયર એડવોકેટની નિમણૂંક 1 - image

  અમદાવાદ,સોમવાર,11 નવેમ્બર,2024

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની ૨૮ જગ્યા ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરુધ્ધમાં વર્ષ-૨૦૧૬થી વકફ ટ્રીબ્યુનલમાં દાવા કરવામાં આવેલા છે. આ તમામ પડતર કેસ મામલે મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને સીટી સીવીલ કોર્ટના સીનીયર એડવોકેટ હરેશ શાહની નિમણૂંક કરી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની લીગલ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની ૨૮ જગ્યાઓ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરૃધ્ધમાં ગાંધીનગર ખાતે આવેલા વકફ ટ્રીબ્યુનલમાં દાવા કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો હતો. કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરે કહયુ, શહેરના રાજપુર ઉપરાંત કાલુપુર, વટવા ,શાહીબાગ તેમજ સરખેજ રોજા સહિતની અલગ અલગ જગ્યાઓ માટે મ્યુનિ.ની વિરુધ્ધમાં વકફ ટ્રીબ્યુનલ ગાંધીનગર ખાતે છેલ્લા આઠ વર્ષમાં ૨૮જગ્યાઓ માટે દાવા કરવામાં આવ્યા હોવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ વિભાગના અધિકારીઓ ઉંઘતા ઝડપાયા હતા. મ્યુનિસિપલ કમિશનરે સેકશન ઓફિસર,ગુજરાત રાજય વકફ ટ્રીબ્યુનલના ૨૪ ઓકટોબર-૨૦૨૪ના પત્ર મુજબ,મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુધ્ધ વકફ ટ્રીબ્યુનલ,ગાંધીનગર સમક્ષ પડતર ૨૮ કેસ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સુનાવણીમાં હાજર રહેવા મામલે સીટી સીવીલ કોર્ટના સીનીયર એડવોકેટ હરેશ શાહની નિમણૂંક કરવા સુચના આપી છે.


Google NewsGoogle News