અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જામજોધપુરમાં ૨૧ મેગાવોટ ક્ષમતાનો વિન્ડ પાવર પ્લાન્ટ નંખાશે
૨૧૩ કરોડના ખર્ચે બનનારા પ્લાન્ટની કામગીરી સુઝલોન એનર્જી સંભાળશે
અમદાવાદ,ગુરુવાર,5 જુન,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે ૨૧ મેગાવોટ ક્ષમતાનો વિન્ડ પાવર પ્લાન્ટ
નંખાશે. આ પ્લાન્ટનુ દસ વર્ષ માટે ઓપરેશન અને મેઈન્ટેનન્સ સુઝલોન એનર્જી સંભાળશે.
વીજવપરાશમાં ઘટાડો કરવા તથા
રીન્યુએબલ એનર્જીનો હિસ્સો વધારવા જામજોધપુર ખાતે ૨૧ મેગાવોટ ક્ષમતાનો વિન્ડપાવર
પ્લાન્ટ સ્થાપવા મંજુરી આપવામા આવી છે. પ્લાન્ટ કાર્યરત થયા પછી અંદાજે વાર્ષિક
૫૯.૪ મિલીયન યુનિટની કુલ રુપિયા ૨૮.૧૪ કરોડની રીન્યુએબલ એનર્જીનુ ઉત્પાદન થવાની
સંભાવના છે.વાર્ષિક ૫૪૬૪૮ ટન કાર્બન ફુટ પ્રિન્ટમાં ઘટાડો થશે.