Get The App

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ટેકસની આવક ૧૫૩૩ કરોડના આંકને વટાવી ગઈ

૬૧ ટકા કરદાતાઓએ તેમનો પ્રોપર્ટી ટેકસ ઓનલાઈન ભરપાઈ કર્યો

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News

     અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ટેકસની આવક ૧૫૩૩ કરોડના આંકને વટાવી ગઈ 1 - image

  અમદાવાદ,શનિવાર,18 ઓકટોબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેકસ સહીત તમામ ટેકસની આવક રૃપિયા ૧૫૩૩ કરોડના આંકને વટાવી ગઈ છે. ૬૧ ટકા કરદાતાઓએ તેમનો પ્રોપર્ટી ટેકસ ઓનલાઈન ભરપાઈ કર્યો છે.વર્ષ-૨૦૨૫-૨૬માં ૧૭ ઓકટોબર સુધીમાં પ્રોપર્ટી ટેકસની આવક રુપિયા ૧૨૪૦ કરોડ ઉપર પહોંચી છે.

પહેલી એપ્રિલથી શરુ થયેલા નાણાંકીય વર્ષમાં કોર્પોરેશનની આવકના મુખ્ય સ્તોત્ર મિલકતવેરાની ૭૧.૦૯ ટકા આવક અત્યારસુધીમાં થઈ ગઈ છે.પ્રોફેશનલ ટેકસની રુપિયા ૧૫૩.૩૮ ટકા એટલે કે ૫૬.૭૮ ટકા આવક થવા પામી છે.વ્હીકલ ટેકસની રુપિયા ૧૨૪.૪૯ કરોડ  એટલે કે ૫૭.૫૧ ટકા આવક થઈ ગઈ છે.કોર્પોરેશન દ્વારા લાંબા સમયથી મિલકતવેરો ભરપાઈ નહીં કરનારા કરદાતાઓની મિલકત સીલ કરવા,ટાંચમાં લેવા ઉપરાંત હરાજી કરવા સુધીની પ્રક્રીયા હાથ ધરવામા આવે છે.શહેરના સાત ઝોનમા છેલ્લા બે મહીનાના સમયમાં બાકી મિલકતવેરો ભરપાઈ નહીં કરનારા કરદાતાઓની કુલ ૭૯ મિલકતની હરાજી હરાજી હાથ ધરવામા આવી હતી.આ પૈકી ૧૬ મિલકતધારકોએ હરાજી પ્રક્રીયા પહેલા જ તેમનો બાકી મિલકતવેરો ભરપાઈ કર્યો હતો.૬૧ મિલકત માટે હરાજી પ્રક્રીયા પુરી કરાઈ હતી.કોર્પોરેશનને હરાજી પ્રક્રીયાથી રુપિયા ૪૯.૩૬ કરોડની આવક થઈ હતી.જયારે બાકી મિલકતવેરા પૈકી રુપિયા ૧૮૮.૪૬ કરોડની રકમ રીકવર કરવામા આવી હતી.

Tags :