Get The App

રોડ પર હોળી પ્રગટાવો છો? તો જાણી લો આ નિયમ, AMCની જાહેરાત

Updated: Mar 4th, 2025

GS TEAM


Google News
Google News
રોડ પર હોળી પ્રગટાવો છો? તો જાણી લો આ નિયમ, AMCની જાહેરાત 1 - image


Ahmedabad Holika Dahan Rule: હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વખતે સોસાયટીની બહાર તેમજ રોડ પર હોળી પ્રગટાવનાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં, રોડ પર હોલિકા દહનના કારણે રોડને નુકસાન પહોંચે છે. તેથી રોડ પર હોળી પ્રગટાવતા પહેલાં અમુક વાતોનું ધ્યાન રાખવું પડશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં માર્ચના બીજા સપ્તાહમાં ગરમીનો પ્રક્રોપ વધશે, ઉ.ગુજરાતમાં સૌથી વધુ ગરમી પડવાની સંભાવના

રોડને નુકસાન ન થાય તે માટે બનાવ્યો નિયમ

અ.મ્યુ.કો ના નિયમાનુસાર, દરેક વોર્ડ અને ઝોન દ્વારા સોસાયટીને ઈંટ અને રેતી આપવામાં આવશે. હોળી પ્રગટાવતા પહેલાં રોડ ઉપર આ ઈંટ અને રેતી પાથરવાની રહેશે. આ પ્રકારે હોલિકા દહનથી રોડને થતું નુકસાન અટકાવી શકાય છે. નોંધનીય છે કે, આ રેતી અને ઈંટ કોર્પોરેશન દ્વારા મફતમાં પૂરા પાડવામાં આવશે. જે પ્રમાણે સોસાયટી દ્વારા માંગ કરવામાં આવશે તે પ્રમાણે તેમને રેતી-ઈંટોનો જથ્થો પૂરો પાડવામાં આવશે.

આ પણ વાંચોઃ PM મોદીની ભલામણ ગુજરાત સરકારે ઠેબે ચડાવી: USPC ટેક્નોલોજીથી સજ્જ એકેય સોલાર પંપ લગાવાયો નહીં 

હોલિકા દહનનું શુભ મૂહુર્ત

ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની 13 માર્ચ (ગુરૂવારે) હોળીનો પર્વ ઉજવવામાં આવશે. હોલિકા દહનનું શુભ મૂહુર્ત 13 માર્ચ બપોરે 11:26 થી 12:30 સુધીનું રહેશે. હોલિકા દહનનો કુલ સમય 1 કલાક 4 મિનિટનો રહેશે. 

Tags :