અમદાવાદમાં સરેરાશ 17 ઈંચ સાથે સિઝનનો 62% વરસાદ ખાબક્યો, ગત વર્ષ કરતાં સ્થિતિ સારી
Rain Forecast: અમદાવાદમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં સરેરાશ 17 ઈંચ સાથે 62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેની સરખામણીએ ગયા વર્ષે 3 ઓગસ્ટ સુધી સિઝનનો 11 ઈચ સાથે સરેરાશ 43.64 ટકા વરસાદ વરસ્યો હતો.
દસ્ક્રોઇમાં સૌથી વધુ સરેરાશ 93 ટકા જ્યારે સાણંદમાં સૌથી ઓછો 40 ટકા વરસાદ નોંધાયો
અમદાવાદ શહેરમાં હજુ સુધી સરેરાશ 21.40 ઈંચ સિઝનનો 67.50 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગયા વર્ષે 3 ઓગસ્ટ સુધી સરેરાશ 15 ટકા વરસાદ વરસ્યો હતો. જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં હાલ આગામી સાત દિવસ વરસાદની કોઇ સંભાવના નથી. અમદાવાદ જિલ્લામાંથી દસ્ક્રોઇમાં સરેરાશ 23 ઈંચ સાથે સૌથી વધુ 93 ટકા જ્યારે સાણંદમાં 12.12 ઈંચ સાથે સૌથી ઓછો 40 ટકા વરસાદ નોંધાયો છે.
આ સિવાય અમદાવાદના મોટા ભાગના તાલુકામાં સરેરાશ 50 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદમાં જૂન સુધી સરેરાશ 31 ટકા, જુલાઇમાં 30 એમ કુલ 61 ટકા જેટલો વરસાદ પડ્યો હતો.