Get The App

અમદાવાદના નવરંગપુરામાં મોબાઈલ શોપમાં બે કર્મચારીએ કરી ચોરી, 6 ફોન ચોરતા સીસીટીવી કેમેરામાં કેદ

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદના નવરંગપુરામાં મોબાઈલ શોપમાં બે કર્મચારીએ કરી ચોરી, 6 ફોન ચોરતા સીસીટીવી કેમેરામાં કેદ 1 - image


Mobile Shop Theft In Ahmedabad: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક મોબાઈલ શોપમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્ટેડિયમ રોડ પર આવેલી મોબાઈલની દુકાનમાં માત્ર 15 દિવસ પહેલા જ કામે લાગેલા બે યુવકોએ માલિકનો વિશ્વાસ તોડી કિંમતી મોબાઈલ ફોન ભરેલા કાર્ટૂનની ચોરી કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સીસીટીવી ફૂટેજના આધારે આ સમગ્ર કાવતરું ખુલ્લું પડ્યું 

મળતી માહિતી અનુસાર, શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેડિયમ રોડ પર અતીકની મોબાઈલ શોપ આવેલી છે. 28મી નવેમ્બર 2025ના રોજ દુકાનમાં આવેલા સ્ટોકમાંથી 6 મોબાઈલ ફોન ધરાવતું એક આખું કાર્ટૂન હિસાબમાં ઓછું જોવા મળ્યું હતું. દુકાન માલિકને શંકા જતાં તેમણે તરત જ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું હતું કે, 15 દિવસ પહેલા જ નોકરીએ રાખવામાં આવેલા આદિત્ય સોની અને એઝાઝ નામના બે કર્મચારીઓ છુપાઈને તે કાર્ટૂન દુકાનની બહાર લઈ જઈ રહ્યા હતા.

આ પણ વાંચો: બગદાણા કેસ મામલે મોટા સમાચાર: માયાભાઈ આહીરના પુત્ર જયરાજને SITનું તેડું, આજે હાજર થવા આદેશ

માલિકની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ એકબીજાના પરિચિત છે અને દારૂ પીવાની લત ધરાવે છે. આર્થિક તંગી અને મોજશોખ પૂરા કરવા માટે તેમણે ચોરીનો પ્લાન ઘડ્યો હતો. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ આ ચોરીના મોબાઈલ બજારમાં વેચીને પૈસા મેળવવા માંગતા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં એક મહત્ત્વની બાબત એ બહાર આવી છે કે, આ બંને શખસો કદાચ ચોરી કરવાના ઇરાદે જ નોકરીએ રહ્યા હતા. તેમની કાર્યપદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) એવી હતી કે નવી જગ્યાએ નોકરીએ લાગવું અને તક મળતા જ મોટી ચોરી કરી ત્યાંથી પલાયન થઈ જવું. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ અગાઉ તેમણે કઈ કઈ જગ્યાએ નોકરી કરી છે અને શું અગાઉ પણ તેની સામે કોઈ ગુનાહિત ફરિયાદ નોંધાયેલી છે કે કેમ.