અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈનની પસંદગી, નવા ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી
અમદાવાદ મહાનગરપાલિકાને આજે નવા મેયર અને પદાધિકારીઓ મળ્યા છે. અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઇ રહી છે ત્યારે અમદાવાદના નવા મેયરની આજે વરણી થઇ છે. શાહીબાગના કોર્પોરેટર પ્રતિભા જૈન અમદાવાદના નવા મેયર તરીકે નિયુક્ત થયા છે. હાલ તેઓ મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન છે. જ્યારે નવા ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી કરવામાં આવી છે. અમદાવાદના નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરેમન તરીકે દેવાંગ દાણીની નિમણૂકને મંજૂરી અપાઇ છે.
વડોદરાના નવા મેયર તરીકે પિંકી સોનીની વરણી
અમદાવાદ ઉપરાંત વડોદરાના નવા મેયર તરીકે પિંકી સોનીની વરણી કરવામાં આવી છે. આ સાથે નવા ડે. મેયર ચિરાગ બારોટની નિયુક્તિ થઇ છે. આવતીકાલે સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરના નવા મેયરઓની જાહેરાત થઇ શકે છે.