Gujarat

VIDEO: અમદાવાદ LCBએ આંતરરાજ્ય વાહન ચોરીના રેકેટનો કર્યો પર્દાફાશ, બેની ધરપકડ, 10 ટુ-વ્હીલર જપ્ત

By GS TEAM
22 Dec 20251 min read
TukuTouch Logo
અમદાવાદ શહેરની LCB ઝોન-7ની ટીમ દ્વારા આંતરરાજ્ય વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે શહેરના વેજલપુર વિસ્તારમાંથી બે રીઢા વાહનચોર શખસની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, બંને શખસો ગુજરાત અને અન્ય રાજ્યોમાં વાહન ચોરીને અંજામ આપતા હતા. આંતરરાજ્ય વાહન ચોરીના રેકેટ મામલે અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: અમદાવાદ LCBએ આંતરરાજ્ય વાહન ચોરીના રેકેટનો કર્યો પર્દાફાશ, બેની ધરપકડ, 10 ટુ-વ્હીલર જપ્ત

Ahmedabad News : અમદાવાદ શહેરની LCB ઝોન-7ની ટીમ દ્વારા આંતરરાજ્ય વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે શહેરના વેજલપુર વિસ્તારમાંથી બે રીઢા વાહનચોર શખસની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, બંને શખસો ગુજરાત અને અન્ય રાજ્યોમાં વાહન ચોરીને અંજામ આપતા હતા. આંતરરાજ્ય વાહન ચોરીના રેકેટ મામલે અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આંતરરાજ્ય વાહન ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે વેજલપુરમાંથી સાજીદ અને અહેમદ નામના બે વ્યક્તિની ધરપકડ કરી હતી. 

પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ અન્ય જગ્યાએથી ચોરી કરેલા 8 વાહનો અંગે જણાવતા પોલીસે કુલ 10 ચોરીના ટુ-વ્હીલર વાહનો જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 5,20,000 જેટલી થાય છે. 

આ પણ વાંચો: VIDEO | અમદાવાદ: મીઠાખળીમાં લિફ્ટમાં ફસાયેલા વૃદ્ધનું દિલધડક રેસ્ક્યૂ, ભારે જહેમત બાદ દોરડા વડે સુરક્ષિત બહાર કઢાયા

તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, આ વાહનો અમદાવાદ, રાજકોટ અને મોરબી ઉપરાંત મહારાષ્ટ્રના મુંબઈ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચોરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી મુંબઈના વિનોબાભાવે નગર અને દેવનાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ સહિત કુલ 10 વણઉકેલાયેલા કેસો ઉકેલી લેવામાં આવ્યા છે.