Get The App

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: આજે કાલુપુર સ્ટેશને કામગીરીને પગલે 5 ટ્રેન રદ, બે ડાઈવર્ટ

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: આજે કાલુપુર સ્ટેશને કામગીરીને પગલે 5 ટ્રેન રદ, બે ડાઈવર્ટ 1 - image


Ahmedabad Kalupur Railway Station: અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણના પગલે ઘણી ટ્રેન વટવા, મણિનગર, સાબરમતી સ્ટેશને ડાઈવર્ટ કરાઈ છે. કેટલીક ટ્રેનના રૂટ રાતોરાત બદલી દેવાતા હોવાથી મુસાફરોને છેલ્લી ઘડીએ સામાન અને પરિવાર સાથે દોડા-દોડી કરવી પડે છે. ત્યારે કાલુપુર સ્ટેશન પર બ્રિજના સ્પાનની કામગીરીના પગલે આજે 18મી જાન્યુઆરીના રોજ કાલુપુર સુધી આવતી બે ટ્રેન માત્ર વટવા સુધી જ દોડાવવામાં આવશે. જ્યારે માત્ર વટવા સ્ટેશન સુધી આવતી પાંચ ટ્રેન ટેકનિકલ કારણોસર સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.

કાલુપુર રેલવે સ્ટેશનના પુન:નિર્માણની કામગીરી દરમિયાન પ્લેટફોર્મ નંબ 206થી 1052ના ફૂટઓવર બ્રિજમાં સ્પાનમાં કમ્પોઝિટ સ્ટીલ ગર્ડર લગાવવાનું કામ હાથ ધરાયું છે. જેના પગલે વટવા સુધીઆવતી પાંચ ટ્રેન પણ રદ કરાઈ છે. 

આ પણ વાંચો: હવે QR કોડ સ્કેન કરો અને ઓળખો દવા અસલી છે કે નકલી? કેન્દ્ર સરકારે શરૂ કરી સુવિધા

પ્રાપ્ત માહિતી મુજબ, કાલુપુર સુધી આવતી વલસાડ- અમદાવાદ 19033 ગુજરાત ક્વીન એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ 22953 ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ માત્ર વટવા સુધી જ આવશે. જ્યારે પાંચ ટ્રેન 20959/20960 વલસાડ-વડનગર- વલસાડ ઈન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ, 19036/19035 મણિનગર-વડોદરા-વટવા ઈન્ટરસિટી એક્સપ્રેસ, 69101/69102 વડોદરા-વટવા-વડોદરા મેમૂ, 69115/69130 વડોદરા- વટવા-આણંદ મેમૂ અને 59549/59550 વડોદરા- વટવા- વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન 18મી જાન્યુઆરીના રોજ એક દિવસ માટે સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. જોકે, આ પાંચ ટ્રેન વટવા સુધી જ આવતી હોવાછતાં ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે.