યાત્રીગણ ધ્યાન દે...! કાલુપુર સ્ટેશન પર આવતી-જતી બે ટ્રેન એક મહિના સુધી રદ
પ્રતિકાત્મક તસવીર |
Railway News: દેશભરમાં લાખો લોકો રેલવે દ્વારા મુસાફરી કરે છે. એવામાં રેલવે મુસાફરો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે રેલવે વિભાગ દ્વારા 2 ટ્રેનને એક મહિના સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાવર બ્લોકને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો તેમાં પ્રભાવિત થશે. જેમાં ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ટ્રેન તેમજ અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેનને આગામી 21 માર્ચથી 28 એપ્રિલ સુધી રદ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમરેલીની શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે વ્યવસાય કરી લાખો રૂપિયા કરે છે કમાણી
આ ટ્રેન કરાઈ ડાયવર્ટ
આ સિવાય ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન, મુઝફ્ફરપુર-સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ ટ્રેન અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ ટ્રેનને લખનૌ-કાનપુરના માર્ગ પરથી ડાયવર્ટ કરાઈ છે.
આ પણ વાંચોઃ અમદાવાદ-રાજકોટ સિક્સલેન હાઈવે 7 વર્ષે પણ અધૂરો, હજુ 9 મહિના રાહ જોવી પડશે
અમદાવાદ ડિવિઝનના પાલનપુર-ઉમરદશી સ્ટેશનની વચ્ચેના બ્રિજના પુનઃનિર્માણના કાર્યને લઈ સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ તેમજ ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનને 18 માર્ચના રોજ ઊંઝા-સિદ્ધપુરના બદલે પાટણ-ભિલડીના માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવી હોવાનું રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.