Gujarat

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે, જાણો વૈકલ્પિક રુટ

By GS TEAM
21 May 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરમાં વાહનચાલકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં શહેરના વ્યસ્ત ગણાતા કાલુપુર બ્રિજ એટલે કે શ્રી મનુભાઈ પરમાર ઓવરબ્રિજ પર આગામી તારીખ 22/05/2026થી તારીખ 25/05/2026 સુધી રાત્રિના સમયે ટ્રાફિક ડાયવર્ઝન અમલી રાખવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ તંત્ર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડીને નાગરિકોને રાત્રિ દરમિયાન વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે, જાણો વૈકલ્પિક રુટ

Image From Google Maps 



Ahmedabad Kalupur Bridge News  : અમદાવાદ શહેરમાં વાહનચાલકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં શહેરના વ્યસ્ત ગણાતા કાલુપુર બ્રિજ એટલે કે શ્રી મનુભાઈ પરમાર ઓવરબ્રિજ પર આગામી તારીખ 22/05/2026થી તારીખ 25/05/2026 સુધી રાત્રિના સમયે ટ્રાફિક ડાયવર્ઝન અમલી રાખવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ તંત્ર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડીને નાગરિકોને રાત્રિ દરમિયાન વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

આ બ્રિજ બંધ રાખવાનું મુખ્ય કારણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ચાલી રહેલું બાંધકામ છે. સાબરમતીથી વટવા સુધીના રૂટ પર પાયલોટીંગ અને સેગમેન્ટ લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત કાલુપુર બ્રિજ પરથી પસાર થતા બુલેટ ટ્રેનના કોરિડોર ઉપર ભારેખમ સેગમેન્ટ ચડાવવાના હોવાથી, સુરક્ષાના ભાગરૂપે આ માર્ગ માત્ર રાત્રિના 00:00થી 06:00 વાગ્યા સુધી જ બંધ રાખવામાં આવશે.

આ કામગીરી દરમિયાન કાલુપુર સર્કલ બ્રિજના છેડેથી કાલુપુર બ્રિજ ઉપર આવેલા નાના સર્કલ સુધીનો આશરે 500 મીટરનો રોડ વાહનોની અવર-જવર માટે સંપૂર્ણ બંધ રહેશે. જેના કારણે તંત્ર દ્વારા નીચે મુજબના વૈકલ્પિક માર્ગો નક્કી કરાયા છે. નરોડા રોડ અને સરસપુર તરફથી કાલુપુર સર્કલ જવા માટે વાહનચાલકો સરસપુર સર્કલથી નૂતન મિલ રોડ, વોરાના રોજા, ડો. આંબેડકર ફ્લાયઓવર (ચામુંડા બ્રિજ), સિવિલ હોસ્પિટલ રોડ, જીઆઇડીસી ગિરધરનગર ચાર રસ્તા અને બાબુ જગજીવનરામ બ્રિજ થઈ ઇદગાહ રોડથી કાલુપુર સર્કલ જઈ શકશે.

રખિયાલ-ગોમતીપુરથી કાલુપુર સર્કલ તરફ જવા માટે

સરસપુર સર્કલથી ગુરુદ્વારા રોડ, ચારતોડા કબ્રસ્તાન રોડ, રખિયાલ ચાર રસ્તા, મુર્ગા સર્કલ, એપેરલ પાર્ક મેટ્રો સ્ટેશન, અનુપમ સિનેમા રોડ, અનુપમ બ્રિજ અને કાંકરિયા રોડ થઈ સારંગપુર સર્કલથી કાલુપુર સર્કલ જઈ શકાશે.

રિલીફ રોડ અને દિલ્હી દરવાજાથી નરોડા-સરસપુર તરફ જવા માટે

કાલુપુર સર્કલથી ફ્રુટ માર્કેટ, પાંચકુવા, ઇદગાહ રોડ, બાબુ જગજીવનરામ બ્રિજ, ગિરધરનગર ચાર રસ્તાથી જમણી બાજુ વળી સિવિલ હોસ્પિટલ રોડ, મોહન સિનેમા, ચમનપુરા ચાર રસ્તા અને આંબેડકર બ્રિજ ઉપર થઈને જઈ શકાશે.

આસ્ટોડિયા-રાયપુરથી રખિયાલ તરફ જવા માટે

કાગડાપીઠ પોલીસ સ્ટેશન, વાણિજ્ય ભવન, કાંકરિયા રોડ, અનુપમ બ્રિજ, એપેરલ પાર્ક મેટ્રો સ્ટેશન અને સુખરામ ચાર રસ્તા થઈ મુર્ગા સર્કલથી રખિયાલ તરફ જઈ શકાશે.

નરોડા જી.સી.એસ. હોસ્પિટલ રોડ તરફથી સરસપુર-ગોમતીપુર તરફ જતો અને આવતો ટ્રાફિક કાલુપુર બ્રિજ ઉપરથી પસાર થઈ શકશે.