Get The App

આવું ન ચાલે, પરીક્ષા રદ કરો... અમદાવાદમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોનો હોબાળો, પેપર લીકનો આક્ષેપ

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
આવું ન ચાલે, પરીક્ષા રદ કરો... અમદાવાદમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોનો હોબાળો, પેપર લીકનો આક્ષેપ 1 - image


Paper Leak Ahmedabad: ગુજરાતની ચારેય કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ, જૂનાગઢ, નવસારી અને સરદાર કૃષિ યુનિવર્સિટી – દાહોદ) દ્વારા આજે (21 સપ્ટેમ્બર) લેવાયેલી જુનિયર ક્લાર્ક (વર્ગ-3)ની પરીક્ષામાં અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ફાળવેલા લિટલ બર્ડ સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર ભારે હોબાળો થયો હતો. આ ઉમેદવારોએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે, આ  પેપર લીક થઈ ગયું છે અને પરીક્ષાના નિયમોનો પણ ભંગ થયો છે. આ વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે પરીક્ષા શરૂ થવાના નિયત સમય કરતાં ઘણો મોડો તેમને ઓએમઆર શીટ અને પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા.


આવું ન ચાલે, પરીક્ષા રદ કરો... અમદાવાદમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોનો હોબાળો, પેપર લીકનો આક્ષેપ 2 - image

એક ઉમેદવારે જણાવ્યું હતું કે, 'અમને ઓએમઆર શીટ દોઢથી પોણા બે વાગ્યાની વચ્ચે મળી જવી જોઈએ, પરંતુ અમને તે 2:05 મિનિટે આપવામાં આવી.'

બીજા એક ઉમેદવારે વધુ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, 'ક્લાસમાં પેપરનું બંડલ ખોલવાને બદલે, સુપરવાઈઝર સાહેબો અમારી સામે ખુલ્લાં પેપર લઈને ફરતા હતા. જ્યારે અમે પેપર માગ્યા, ત્યારે તેમણે કહ્યું કે પેપર ઓછા છે, એટલે અમે આપતા નથી.'

આવું ન ચાલે, પરીક્ષા રદ કરો... અમદાવાદમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોનો હોબાળો, પેપર લીકનો આક્ષેપ 3 - image

આ ઘટનાથી રોષે ભરાયેલા ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પેપર લીક થઈ ગયું છે તેવી બૂમો પાડી હતી. આ ઘટનાને કારણે પરીક્ષા કેન્દ્ર પર તંગ વાતાવરણ સર્જાયું હતું. ઉમેદવારોએ આ મામલે તાત્કાલિક તપાસ કરવાની અને ન્યાય આપવાની માગ કરી છે. આ અંગે કૃષિ યુનિવર્સિટીના સત્તાધીશો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Tags :