Gujarat

અમદાવાદના જમાલપુરમાં શરમજનક ઘટના, નમાઝ પઢવા ગયેલા 7 વર્ષના છોકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

By GS TEAM
7 Feb 20262 mins read
TukuTouch Logo
જમાલપુરની એક મસ્જિદમાં નૌમાન શેખ નામનો યુવક નમાજ પઢવા માટે આવ્યો હતો. આ જ સમયે કેટલાક સ્થાનિક બાળકો પણ ત્યાં હાજર હતા. નૌમાનની નજર એક 8 વર્ષના માસૂમ બાળક પર પડી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના જમાલપુરમાં શરમજનક ઘટના, નમાઝ પઢવા ગયેલા 7 વર્ષના છોકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

Ahmedabad News : શહેરના કોટ વિસ્તારમાં આવેલા જમાલપુરમાં એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ધાર્મિક સ્થળના પવિત્ર વાતાવરણ વચ્ચે એક નરાધમે માનવતા અને પવિત્રતા બંનેને નેવે મૂકી 8 વર્ષના માસૂમ બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે.

શું છે સમગ્ર મામલો?

ઘટનાની વિગતો મુજબ, જમાલપુરની એક મસ્જિદમાં નૌમાન શેખ નામનો યુવક નમાજ પઢવા માટે આવ્યો હતો. આ જ સમયે કેટલાક સ્થાનિક બાળકો પણ ત્યાં હાજર હતા. નૌમાનની નજર એક 8 વર્ષના માસૂમ બાળક પર પડી હતી. તેણે બાળક સાથે વાતચીત કરી તેને વિશ્વાસમાં લીધો અને લાલચ આપીને મસ્જિદના ધાબા પર લઈ ગયો હતો. ધાબા પર કોઈની અવરજવર ન હોવાનો લાભ ઉઠાવી નૌમાને માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ અધમ કૃત્ય બાદ આરોપીએ બાળકને નીચે મોકલી દીધો હતો અને પોતે પણ પાછળથી નીચે ઉતરી ગયો હતો.

બાળકની હિંમત અને વાલીની જાગૃતિ

ગભરાયેલા બાળકે ઘરે જઈને હિંમત બતાવી સમગ્ર આપવીતી પોતાના વાલીને જણાવી હતી. બાળકની વાત સાંભળી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. વિલંબ કર્યા વગર વાલીએ આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને આરોપી નૌમાન શેખ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ કાર્યવાહી અને પુરાવા

ફરિયાદ મળતા જ પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં આરોપી નૌમાનની ધરપકડ કરી લીધી હતી. પોલીસ તપાસમાં સૌથી મહત્વનો પુરાવો સીસીટીવી ફૂટેજ સાબિત થયા છે. ફૂટેજમાં આરોપી નૌમાન બાળકને પટાવી-ફોસલાવીને ધાબા પર લઈ જતો અને ત્યારબાદ પરત આવતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પોલીસે આરોપી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને પોક્સો (POCSO) એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. બાળકની મેડિકલ તપાસ પણ કરાવવામાં આવી છે. જેના રિપોર્ટના આધારે પોલીસ કોર્ટમાં મજબૂત કેસ રજૂ કરશે. હાલ પોલીસે આ મામલે વધુ ઊંડી તપાસ હાથ ધરી છે કે શું આરોપીએ અગાઉ પણ કોઈ બાળક સાથે આવું કૃત્ય કર્યું છે કે કેમ.