ગણેશોત્સવના આરંભ સાથે અમદાવાદમાં આઠ કરોડના ખર્ચે 49 ગણેશમૂર્તિ વિસર્જન કુંડ તૈયાર
Ganesh Utsav 2025 : બુધવારથી ગણેશોત્સવના આરંભની સાથે અમદાવાદના વિવિધ 40 સ્થળોએ રૂપિયા આઠ કરોડના ખર્ચે 49 ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ તૈયાર કરાયા છે. ગણેશ મૂર્તિ વિસર્જન માટે બનાવાયેલા દરેક કુંડ અને પંડાલની કોર્પોરેશન દ્વારા બે વખત સફાઈ કરાશે.
દરેક કુંડ,પંડાલની બે વખત સફાઈ કરાશે
કયા કુંડ કે પંડાલમાં કઈ સાઈઝની કેટલી મૂર્તિ વિસર્જન માટે આવી તેની પણ રજિસ્ટરમાં નોંધ કરાશે. મૂર્તિઓના વિસર્જનના કારણે કુંડની આસપાસ જમા થતા કચરાને અલગ અલગ એકઠો કરવા પુરતા પ્રમાણમાં સ્ટીકર લગાવેલા ડસ્ટબીન અને બેરલ મુકાશે. ફાયર વિભાગ તરફથી પાંચ ટીમ અલગ અલગ કુંડ-પંડાલ ખાતે ફરજ બજાવશે.
ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં શ્રીજીના ભકતો દ્વારા શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી તેનુ ભકિતભાવપૂર્વક વિસર્જન કરવામાં આવે છે.ભાવિકો એક દિવસ, ત્રણ દિવસ,પાંચ દિવસથી લઈ દસ દિવસ સુધી પણ ભગવાન ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરી પૂજન અર્ચન કર્યા પછી વિસર્જન કરતા હોય છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 40 સ્થળોએ 49 જેટલા ગણેશ મૂર્તિ વિસર્જન માટેના કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,એક કુંડ પાછળ અંદાજે રૂપિયા 15 લાખનો ખર્ચ કરાયો છે.
ઝોન મુજબ ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ
ઝોન | કુંડ |
ઉત્તર | 05 |
દક્ષિણ | 04 |
પૂર્વ | 02 |
પશ્ચિમ | 13 |
મઘ્ય | 07 |
ઉત્તર પૂર્વ | 05 |
દક્ષિણ પૂર્વ | 04 |