જૂના કોબા અને કોબા ગામ મેટ્રો સ્ટેશનો 28 સપ્ટેમ્બરથી થશે કાર્યરત, જોઇ લો રૂટ અને સમય-પત્રક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad-Gandhinagar Metro Train: અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કોરિડોરમાં વધુ બે નવા મેટ્રો સ્ટેશનો કાર્યરત થવા જઈ રહ્યા છે. આગામી 28 સપ્ટેમ્બરથી જૂના કોબા અને કોબા ગામ મેટ્રો સ્ટેશનો મુસાફરો માટે ખુલ્લા મૂકવામાં આવશે. આ નિર્ણયથી આસપાસના વિસ્તારોમાં રહેતા નાગરિકોને મેટ્રોની સુવિધાનો લાભ મળશે.
આ બંને નવા સ્ટેશનો કાર્યરત થતાં મુસાફરો જૂના કોબા અને કોબા ગામથી સીધા સચિવાલય, ગિફ્ટ સિટી અને એપીએમસી જેવા મહત્વના સ્થળો સુધી ઝડપથી પહોંચી શકશે. આ સ્ટેશનો પરથી ચાલતી પ્રથમ અને છેલ્લી મેટ્રો ટ્રેનના સમયપત્રક અંગેની વિગતો https://www.gujaratmetrorail.com પર ઉપલબ્ધ છે.

કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય, ગિફ્ટ સિટી અને એપીએમસી તરફ જતી મેટ્રોનું સમય પત્રક
સચિવાલય તરફ જતી પહેલી મેટ્રો: સવારે 8:32 કલાકે
ગિફ્ટ સિટી તરફ જતી પહેલી મેટ્રો: સવારે 7:40 કલાકે
સચિવાલય તરફ જતી છેલ્લી મેટ્રો: રાત્રે 7:45 કલાકે
ગિફ્ટ સિટી તરફ જતી છેલ્લી મેટ્રો: રાત્રે 6:10 કલાકે
એપીએમસી તરફ જતી પહેલી મેટ્રો: સવારે 8:04 કલાકે
એપીએમસી તરફ જતી છેલ્લી મેટ્રો: રાત્રે 8:07 કલાકે

જૂના કોબા મેટ્રો સ્ટેશનથી સચિવાલય, ગિફ્ટ સિટી અને એપીએમસી તરફ જતી મેટ્રોનું સમય પત્રક
સચિવાલય તરફ જતી પહેલી મેટ્રો: સવારે 8:29 કલાકે
ગિફ્ટ સિટી તરફ જતી પહેલી મેટ્રો: સવારે 7:38 કલાકે
સચિવાલય તરફ જતી છેલ્લી મેટ્રો: રાત્રે 7:43 કલાકે
ગિફ્ટ સિટી તરફ જતી છેલ્લી મેટ્રો: રાત્રે 6:07 કલાકે
એપીએમસી તરફ જતી પહેલી મેટ્રો: સવારે 8:06 કલાકે
એપીએમસી તરફ જતી છેલ્લી મેટ્રો: રાત્રે 8:10 કલાકે









